સોશિયલ મીડિયામાં લોકોને ભયભીત કરી મૂક્યા, સમુદ્ર કિનારે જોવા મળ્યું ભૂત ?

August 6, 2023
Viral Video: એક મહિલા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલો એક વીડિયો ખુબ વાયરલ થઈ ગયો. પહેલીવાર જે પણ આ વીડિયો જુએ તે ડરી જાય એવું પણ બને. આ વીડિયોએ લોકોને એટલા ડરાવ્યા કે સોશિયલ મીડિયા યૂઝર્સ તેને રાક્ષસ જ બોલવા લાગ્યા. જો કે આ વીડિયોની સચ્ચાઈ એવી નહતી જેવું લોકો સમજી રહ્યા હતા. આ તેમની આંખોનો ભ્રમ માત્ર બની રહ્યો.

પનામાની બ્રેન્ડા ગોન્ઝાલીઝ બીચ કિનારે ટહેલી રહી હતી અને અચાનક તેણે પોતાની જમણી બાજુ કઈક વિચિત્ર જોયું અને તેણે તેને કેમેરામાં કેદ કરવામાં જરાય વાર ન કરી. તેણે સોશિયલ મીડિયામાં શેર કરેલી આ ક્લિપ 26.4 મિલિયન વખત જોવાઈ છે. આ વીડિયોમાં રેતી પર કાળા રંગની એક અજીબોગરીબ આકૃતિ જોવા મળી રહી છે. જેને સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું કે આ તો પાણીમાંથી નિકળેલા એક રાક્ષસ જેવું લાગે છે.

જો કે આ વીડિયોની સચ્ચાઈ કઈક અલગ જ હતી. કાળા રંગની આ ડરામણી આકૃતિ કોઈ રાક્ષસ નહીં પરંતુ કૂતરો હતો. બ્રેન્ડાના જણાવ્યાં મુજબ લોલિતા ખુબ ઈન્ટેલિજન્ટ ડોગ છે. તેને અનેક ટ્રિક્સની ખબર છે અને તે સારી રીતે વ્યવહાર કરે છે. બ્રેન્ડાએ મજાકીયા અંદાજમાં કહ્યું કે મને લાગ્યું કે હું એક મજેદાર વીડિયો શેર કરી રહી છું પરંતુ મે ટિકટોકને ભયભીત કરી નાખ્યું. તેમણે જણાવ્યું કે તેના એક મિત્રએ કહ્યું કે આ એક ખૌફનાક જીવ દેખાય છે.

બ્રેન્ડાએ આ વીડિયો ટિકટોક પર શેર કરી દીધો. અહીં તેના 13200 ફોલોઅર્સ છે. તેણે પાણીમાં ભીંજાયેલા પોતાના કૂતરાની પૂંછડીને શેપ આપી દીધો અને તેની પીઠ તરફથી આ વીડિયો બનાવ્યો. ત્યાબાદ ડોગે પોતાનો ચહેરો ઘૂમાવતા કેમેરા તરફ જોયું. બ્રેન્ડા દ્વારા શેર કરાયેલા વીડિયો પર 35 હજારથી વધુ કમેન્ટ આવી ચૂકી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0