ગરવી તાકાત મહેસાણા : સતલાસણાની લૂંટ અને ચોરીના ગુનામાં નાસતા ફરતા થરાના આરોપીને સતલાસણા પોલીસે ઉનાવા ત્રણ રસ્તા પરથી નંબર પ્લેટ વિનાના બાઇક અને મોબાઇલ સાથે પકડી જેલહવાલે કર્યો હતો. સતલાસણા પોલીસે મથકમાં લૂંટ અને ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ મથકના ચોરીના 2 ગુનામાં સંડાવાયેલા ઠાકોર વનરાજ ઉર્ફે કાળુ ઉર્ફે લોટીયો અશોકભાઇ (રહે.થરા, તા.કાંકરેજ) પોલીસથી નાસતો ફરતો હતો.
વનરાજ 15મીએ ઊંઝાથી મહેસાણા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતાં સતલાસણા પોલીસે ઉનાવા ત્રણ રસ્તા પર વોંચ ગોઠવી હતી. જ્યાં પોલીસે વનરાજને રૂ.35 હજારની કિંમતના નંબર પ્લેટ વગરના બાઇક અને રૂ.10 હજારના મોબાઇલ સહિત કુલ રૂ.45 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.