કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે સર્વોત્સવ 2022″ગરબાનું આયોજન,પ્રથમ નોરતે વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા

September 27, 2022
ગરવી તાકાત મહેસાણા : કડી સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા દર વર્ષે ધામધૂમપૂર્વક નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે અને કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં શક્તિની ભક્તિ અને આરાધના નવરાત્રિ પર્વનું   2022 નુ ભવ્ય ઉજવણી કરવામાં  આવશે
કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે દર વર્ષે નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને  કેમ્પસમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ સ્ટાફ ગણ માતાજીની આરાધના તેમજ ગરબા ગાઈને ભવ્ય ઉજવણી કરે છે  કોરોના વાયરસના કારણે બે વરસ નવરાત્રિનું આયોજન કેમ્પસમાં કરવામાં આવ્યું ન હતું પરંતુ આ વર્ષે સર્વવિદ્યાલય દ્વારા ‘સર્વોત્સવ 2022’નું ભવ્ય આયોજન કેમ્પસમાં આવેલ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે  જેમાં પ્રથમ નોરતે  કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં ચેરમેન વલ્લભભાઈ પટેલના હસ્તે માતાજીની સ્થાપના તેમજ પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતુ

— પ્રથમ નોરતે વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા :

કડી સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા આ વર્ષે ધામધૂમપૂર્વક નવરાત્રિની ઉજવણી કરવામાં આવેલ છે જે સંદર્ભે પ્રથમ નોરતે  કેમ્પસમાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં કેમ્પસમા આવેલ શ્રીહરિ સ્કૂલના ધોરણ 1થી 8 ના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ તથા શિક્ષણ સ્ટાફ ગણ માતાજીની ભક્તિ આરાધના કરીને DJ ના તાલે ગરબે ઝુમી ઉઠ્યાં હતાં જ્યારે વિદ્યાર્થીઓએ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ  સાથે ગરબે ઝુમી ઉઠ્યાં હતાં

— કેમ્પસના 18000  વિદ્યાર્થીઓ ગરબાની રંગત અને ઉજવણી કરશે :

કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે  ‘સર્વોત્સવ 2022’ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવરાત્રિના નવે દિવસ કેમ્પસના  18000 વિદ્યાર્થીઓ તેમજ  950 થી વધુ સ્ટાફ મિત્રો નવરાત્રિનાં ભવ્ય આયોજનમાં ભાગ લઇને ગરબાની રંગત તેમજ નવરાત્રિની ઉજવણીમાં ભાગ લેશે તેમજ  દરરોજ સર્વવિદ્યાલય કડી કેમ્પસમાં આવેલ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ કેમ્પસમાં  ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં માતાજીની ભક્તિ તેમજ  ગરબામાં ઝુમી ઉઠશે સાથે સાથે  કેમ્પસ દ્વારા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0