રાધનપુરમાં ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવતાં ન હોવાના આક્ષેપ સાથે સરપંચોએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર….

July 23, 2025

ગરવી તાકાત રાધનપુર : રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્યો અટકી પડ્યા આ મુદ્દે 20થી વધુ ગ્રામ પંચાયતોના સરપંચોએ નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું. સરપંચોએ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે આક્ષેપ કર્યો તેમના જણાવ્યા મુજબ, લાંબા સમયથી ગ્રામ પંચાયતોને ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.

જામાભાઈ દેસાઈ અને રાજુભાઈ ઠાકોર સહિતના સરપંચોએ જણાવ્યું કે, ગ્રાન્ટ વિના પછાત વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ ઊભી કરી શકાતી નથી તેમણે તંત્રને ચેતવણી આપી કે, જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે.

મહિલા સરપંચ મુકેશભાઈ બાદલપુરાના પતિ સહિત અન્ય સરપંચોએ આક્ષેપ કર્યો કે, ગ્રામ્ય વિસ્તારની પંચાયતોમાં ભેદભાવ રાખવામાં આવે છે. કેટલાક સરપંચોને ગ્રાન્ટ મળે છે, જ્યારે અન્યોને આપવામાં આવતી નથી. વિકાસ માટે વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રાન્ટ મળતી નથી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0