સાંથલ પોલીસની ટીમે રામપુરા ગામેથી 1.36 લાખનો વિદેશી દારુ ઝડપ્યોં 

March 6, 2023

સાંથલ પોલીસને જાેટાણા તાલુકાના રામપુરા ગામે દારૂનું વેચાણ ચાલતું હોવાની બાતમી મળી હતી

ગરવી તાકાત, મહેસાણા તા. 06 – મહેસાણા જિલ્લામાં થતી દારૂની હેરાફેરી અને વેચાણ પ્રવૃતિ પર જિલ્લા પોલીસતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અનુસંધાને સાંથલ પોલીસની ટીમે જાેટાણાતાલુકાના રામપુરા ગામે વિદેશી શરાબનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે સાંથલ પોલીસે ઘટના સ્થળેથી ૧.૬૫ લાખની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યોં હતો.

સાંથલ પોલીસની ટીમના પીએસઆઇ એ.કે.વાઘેલા, એએસઆઇ પરસોત્તમભાઇ, હસમુખભાઇ, સંજયકુમાર, મનુજી, ગૌરવકુમાર, સચિનકુમાર, ચેતનકુમાર, સહિતનો પોલીસ સ્ટાફ સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પરસોત્તમભાઇનને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઝાલા નંદુભા ઇન્દુભા રહે. રામપુરા તા. જાેટાણાવાળો પરપ્રાંતિય વિદેશી શરાબ બહારથી લાવીને રામપુરા ખાતે દરબારવાસમાં ઝાલા રણજીતસિંહ રાજુભાઇના બંધ પડેલા અવાવરુ મકાનમાં રાખી વેચાણ કરી રહ્યો છે જે બાતમીના આધારે સાંથલ પોલીસની ટીમ ઘટના સ્થળ પર ત્રાટકતાં હાજર દારૂડીયાઓમાં નાસભાગ મચી જવા પામી તી. જ્યારે પોલીસે ઘટના સ્થળ પરથી વિદેશી શરાબની બોટલો, બિયર મળી કુલ રૂા. ૧, ૬૫,૯૦૦ની કિંમતનો વિદેશી શરાબના જથ્થા સાથે બજાણીયા સંજય શંકરભાઇ રહે. રામપુરા તા. જાેટાણાવાળા શખ્સને પકડી ઝાલા નંદુભા ઇન્દુભા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0