કટોસણનો નરેન્દ્રસિંહ ઉર્ફે ડીંગુ નામના બુટલેગરનો પોલીસના સકંજામાં
ગરવી તાકાત, મહેસાણા – ૩૧ ડિસેમ્બરને લઇને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિદેશી શરાબ પીરસતાં બુટલેગરો પર ચાંપતી નજર રાખવામાં કરાયેલા આદેશને પગલે મહેસાણા જિલ્લા પોલીસતંત્ર એલર્ટ થઇ વોંચ દરમિયાન સાંથલ પોલીસે વિદેશ શરાબની બોટલ કિંમત રૂા. ૨.૭૫ લાખ તથા મુદ્દામાલ મળી કુલ રૂા. ૨.૭૯ લાખના મુદ્દામાલ સાથે કટોસણના બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
પીએસઆઇ એ.કે.વાઘેલા તથા સાંથલ પોલીસ સ્ટાફ થર્ટી ફસ્ટ અન્વયે પેટ્રોલીંગમાં હતા ત દરમિયાન ઝાલા નરેન્દ્રસિંહ ઉર્ફે ડીગુ વિક્રમસિંહ રહે. કટોસણ, ઉદપુરા તા. જાેટાણાવાળો મોજે કટોસણ ગામે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર અને પાસ પરમીટ વિના દારૂ બીયરની બોટલ તથા ટીન નંગ ૧,૭૯૮ કુલ કિંમત રૂા. ૨,૭૫,૪૦૦ તથા મોબાઇલ ફોન, પાવર બેન્ક, રોકડ રકમ રૂા. ૪૫૦ સહિત કુલ રૂા. ૨.૭૯. ૩૫૦ના મુદ્દામાલ સાથે બુટલેગર ઇસમને ઝડપી લીધો હતો.


