— હિન્દુ – મુસ્લિમ એકતાનું પ્રતિક બાલાપિર દરગાહ નો ઉર્સ (લોકમેળો) ધામધુમ થી પ્રારંભ થયો:
— લાખો હિન્દુ – મુસ્લિમ લોકો પાંચ દિવસ દરમ્યાન બાલાપિર દરગાહ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડયા:
— કડી ના હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતિક બાલાપીર દરગાહ ખાતે યોજાયેલ ઉર્સ ( લોકમેળા) નો પ્રારંભ થતાં મોટી સંખ્યામાં લોકો સંદલ શરીફ ના કાર્યક્રમમાં જોડાયા:
ગરવી તાકાત મહેસાણા : સૈયદ હઝરતપીર અહમદ હુસેન બાલાપિર (રે. અ) ના જન્મતિથિ નિમિત્તે સંદલ શરીફ નો મેળો યોજાયો હતો જેમાં કોરોના કાળ દરમિયાન બે વર્ષ મોફૂક રહેલ મેળા ને કારણે આ વખતે લોકો એ મોટી સંખ્યામાં માં આ ઉર્ષ ના મેળામાં સહભાગી થયા હતા.અને આ વખતે કોરોના વાયરસ ની પરિસ્થિતિ સામાન્ય હોવા ને કારણે લોકો માં ખુશી ની લાગણી જોવા મળી હતી
બાલાપીર દરગાહ કમિટી દ્વારા આ વર્ષે 21 માર્ચથી 25 માર્ચ સુધી પાંચ દિવસ સુધી ઉર્ષ ( લોકમેળો) યોજાયો હતો. કડીના કલ્યાણપુરા રોડ ઉપર નાની કડી સ્થિત બાલાપીર દરગાહ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક જે ગણવામાં આવે છે મુસ્લિમ ની સાથે હિન્દુઓ પણ દિલ્હી, મુંબઈ સહિત દેશના વિવિધ રાજ્યો તેમજ સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા લઈને બાલાપીર દરગાહ ખાતે આવતા હોય છે
ઉર્ષ ના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશના તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા હોય છે આપ પ્રારંભ થયેલ મેળામાં હિન્દુ મુસ્લિમ લોકો દરગાહ ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા જેના ભાગરૂપે બાલાપીર દરગાહ કમિટીએ નાની મોટી તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને સૌ લોકો સાથે મળીને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન નું લાભ લીધો હતો
બાલાપીર દરગાહ ના ટ્રસ્ટી ના ઘરે થી વાજતે ગાજતે બેન્ડ બાજા સાથે સંદલ શરીફ સાથે નવ નિશાન સાથે દરગાહ ની પરિસરમાં વાજતે ગાજતે નીકાળવવા માં આવ્યું હતું અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ આ સંદલ શરીફના દર્શનનો લાભ લીધો હતો. અને આ ઉર્ષ ના લોકમેળામાં સૌ લોકો ભેગા મળીને નાના બાળકો માટે રમત-ગમતના સાધનો તથા ખાણીપીણીની મજા માણી હતી. અને કડી પોલિસ સ્ટેશન ના કર્મચારીઓ પણ દ્ધારા આ ઉર્ષ ના લોક મેળા ને કારણે જાહેર માર્ગો ઉપર ટ્રાફીક ની સમસ્યા ના રહે તે માટે તમામ અઘિકારીઓ ખડે પગે ઊભા રહ્યા હતા.
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી


