વિધાનસભા સચિવાલયની કડક કામગીરી: 25ને નોટીસ ફટકારી
ગરવી તાકાત, ગાંધીનગર તા.12 – 15મી વિધાનસભાની રચનાના સવા માસ બાદ નવા ચૂંટાયેલા ધારાસભ્યો કવાર્ટરની માંગણી કરી રહ્યા છે ત્યારે પદ ગયા બાદ કવાર્ટર ખાલી નહીં કરનાર 25 ધારાસભ્યોને નોટીસ અને 15 ધારાસભ્યનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. સાથે ભાડુ ભરી કવાર્ટર સત્વરે ખાલી કરવા આદેશ કરાયો છે.
પૂર્વ ધારાસભ્ય બનેલા ધારાસભ્યોએ સવા મહિના સુધી વારંવારની સુચના છતાં કવાર્ટર ખાલી નહીં કરતા વિધાનસભા સચિવાલય દ્વારા 15 જેટલા ધારાસભ્યોનો પગાર અટકાવી દેવાયો છે.
જેમાં માંગરોળના બાબુભાઈ વાજા, કલોલના સુમન ચૌહાણ, રાપરના સંતોક અરેથિયા, માણસાના સુરેશ પટેલ, ભરૂચના દુષ્યંત પટેલ, ખંભાળીયાના વિક્રમ માડમ, અમરાઈવાડીના જગદીશ પટેલ, દરિયાપુરના ગ્યાસુદિન શેખ, મહુવાના રાઘવજી મકવાણા, કપડવંજના કાળુભાઈ ડાભી, આણંદના કાંતિ સોઢા, સહિતના ધારાસભ્યોએ કવાર્ટર ખાલી નહીં કરતા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને કવાટર્સ મળ્યા નથી તમામ પૂર્વ ધારાસભ્યોને ભાડુ ભરી કવાર્ટર ખાલી કરી નો-ડયુ સર્ટી. મેળવી લેવા સચિવાલયે તાકીદ કરી છે.


