બનાસકાંઠાના અમીરગઢ પંથકની સગીરાનું અપહરણ કરી વિરમપુરના નરાધમે બળાત્કાર ગુજાર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારની સગીરાને મહેસાણાથી લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ જનાર નરાધમે સુરત જઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે મહેસાણા બી ડિવીજન પોલીસ સ્ટેશનમાં ભાગ બનનારના ભાઈએ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમીરગઢ તાલુકાના એક ગામડામાં રહેતા પરિવારની સગીર વયની યુવતી મહેસાણાના ખેરવામાં હતી. તે વખતે અમીરગઢના વિરમપુરમાં રહેતા હનીફ બીસ્મીલ્લાખાન કાજી નામના પરિચિત યુવકે તેણીને સાંજે ચારેક વાગ્યાના સુમારે મહેસાણા શહેરના હાઈવે પર આવેલ રાધનપુર ચોકડીએ બોલાવી હતી. જયાં આવેલી સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને યુવક ત્યાંથી ભગાડીને સુરત લઈ ગયો હતો.

અહીં કામરેજ બસ સ્ટેન્ડ પાછળની ખુલ્લી જગ્યામાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરિવાર દિકરી ગુમ થતાં પોતાના સંબંધીઓને ત્યાં શોધખોળ કરતાં છેવટે આ યુવતી મળી આવી હતી. તેણીએ જણાવેલી આપવિતી બાદ આખરે સગીરાના ભાઈએ મહેસાણા બી ડિવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતાં પોલીસે હનીફ કાજી સામે ગુનો દાખલ કરીને પકડવા તપાસ શરૃ કરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.