પેસેન્જરોને કારમાં બેસાડી તેમના થેલામાંથી કિંમતી સામાન ચોરી કરતી ગેંગનો મુખ્ય સાગરીત ઝડપાયો 

February 25, 2023

કાર કે રીક્ષામાં પેસેન્જરોની વસ્તુઓ તેમાં બેઠેલા સાગરીતો ચોરી કરી લીધા બાદ પેસેન્જરને રસ્તામાં જ ઉતારી દેતાં 

મહેસાણા એસઓજીની ટીમે પેસેન્જરોના થેલમાંથી કિમતી સામાન ચોરી કરતા રીઢા શખ્સને દબોચી લીધો 

પીકઅપ સ્ટેન્ડ કે હાઇવે પરથી પેસેન્જરોને બેસાડી કારમાં તેના સાગરીતોની મદદથી થેલામાંથી રોકડ રકમ તેમજ સોનાના દાગીના ચોરી કરવાનું રેકેટ ચલાવતો હતો 

ગરવી તાકાત, મહેસાણા તા. 25 – મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પેસેન્જરોના થેલામાંથી કિંમત સામાન તેમજ રોકડ રકમ તફડાવી લેવામાં માહિર રીઢા આરોપીને મહેસાણા પાલાવાસણા સર્કલ પાસેથી દબોચી લીધો હતો. એસઓજીએ ઝડપેલો શખ્સ હાઇવે રોડ તેમજ પીકઅપ સ્ટેન્ડ પરથી પેસેન્જરોને કાર કે રીક્ષામાં બેસાડી પેસેન્જરોને વાતોમાં ભોળવી તેમના થેલા કે સરસામાનમાં રહેલી કિંમતી સોના ચાંદીની વસ્તુઓની તેના અન્ય ત્રણ સાગરીતોની મદદથી ચોરી કરી પેસેન્જરને ઇમરજન્સી કામ આવી ગયું હોવાનું બહાનું કરી રસ્તામાં જ પેસેન્જરને ઉતારી દઇ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીસ ચલાવતો હતો. વિવિધ સાત પોલીસ મથકોમાં નોંધાયેલા ફરિયાદના રીઢા આરોપી આખરે મહેસાણા એસઓજીની ટીમે સિકંજાે કસી ઝડપી લેવામાં સફળતાં મેળવી હતી.

ર્મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ એસઓજી પીઆઇ એ.યુ.રોઝનાઓની સૂચનાથી આજ રોજ એસઓજી પોલીસ સ્ટાફના એએસઆઇ પારખાનગી તથા ચેતનકુમાર, નરેશકુમાર, દિલીપકુમાર, મહેન્દ્રસિંહ, મનીષકુમાર, અબ્દુલગફાર તથા આશારામ સહિતની ટીમ મહેસાણા શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન નરેશકુમાર તથા અબ્દુલગફારને બાતમી મળી હતી હકી કે,

શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વપરાયેલ સીલ્વર કલરની ટાટા સફારી કાર નં. એમએચ૧૪-ડીએફ-૬૬૮૧ લઇને નંદાસણ તરફથી મહેસાણા તરફ શખ્સ આવી રહ્યો છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમે પાલાવાસણા સર્કલ પાસે વોંચ ગોઠવી દીધી હતી. દરમિયાન પાલાવાસણા સર્કલથી શિવાલા સર્કલ વચ્ચે પાલાવાસણા ગામ તરફ જવાના રસ્તા પાસે આવતાં કારને અટકાવી પુછપરછ હાથ ધરી હતી.

જેમાં મહંમદ આસીફ આરીફભાઇ મુળ રહે. કડી, જાસલપુર, એલએચ પાર્ક સોસાયટીમાં રહેતો અને મૂળ જીતપુર પલ્લડી નાની મસ્જિદ પાસે તા. નગીના, જિલ્લો બિજનૌર ઉત્તરપ્રદેશનો હાર રહે. મલાડ ગલી નં. ૧૮ મુંબઇવાળો હોવાનું જણાવ્યું હતું તેમજ તા. ૦૯-૦૨-૨૦૨૩ના રોજ મંહમંદ આસીફ તથા તેની ફોઇનો દિકરો સાદાબ વહાજુદીન અંશારી રહે. બગાલા તા. નગીના, જિલ્લો બિજનૌર-ઉત્તરપ્રદેશવાળો તથા તેના ગામના તાજુ તથા સોહીબ રહે. ઉત્તરપ્રદેશવાળો સહિત ચાર શખ્સો ભેગા મળીને ટાટા સફારી કાર લઇને ઉદેપુર તરફ જતાં હાઇવે રોડ પરથી બે મહિલાઓને ચીલોડા જવાનું કહીને પેસેન્જર તરીકે બેસાડી તેઓને વાતોમાં ભોળવી બંન્ને મહિલાઓની નજર ચુકવી તેઓની પાસે થેલામાંથી સોનાનો દોરો તથા કાનમાં પહેરલી સોનાની બુટ્ટી ચોરી કરી લીધા બાદ બંન્ને મહિલાઓને શામળાજી હાઇવે રોડ ખાતે ઉતારી દીધાની કબુલાત કરી હતી.

જ્યારે વધુ પુછપરછમાં પકડાયેલ શખ્સે સાત ગુનાઓમાં અગાઉ પકાડેયાલ છે અને હાલમાં અડાલજ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો હોવાનું ખુલ્યું હતું. જેની પાસેથી મહેસાણા એસઓજીની ટીમે સફારી કાર કિંમત રૂા. ૪ લાખ તથા ૭૦૦ રોકડ મળી કુલ રૂા. ૪ લાખ ૭૦૦નો મુદ્દામાલ ઝડપી આરોપીને મહેસાણા તાલુકા પોલીને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.

વોન્ટેડ આરોપીના નામ અને સરનામાં

(1) સાદાબ વહાજુદિન અંશારી રહે. બગાલા તા. નગીના, જીલ્લો બિજનોર, ઉત્તરપ્રદેશ
(2) તાજુ નામનો શખ્સ રહે. રહે. બગાલા તા. નગીના, જીલ્લો બિજનોર, ઉત્તરપ્રદેશ
(3) સોહીબ નામનો શખ્સ રહે. નટવરગલ્લી તા. નગીના જીલ્લો બિજનોર, ઉત્તરપ્રદેશ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0