ગૃહ મંત્રી હર્ષ સંઘવીના પિતાશ્રી રમેશભાઈનું દુઃખદ અવસાન

August 17, 2024
72 વર્ષીય રમેશભાઈ છેલ્લા લાંબા સમયથી ડાયાલિસિસ પર હતા : આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

ગરવી તાકાત, સુરત તા. 17  : આજે સવારે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાશ્રી રમેશભાઈ સંઘવીનું દુઃખદ અવસાન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓની તબિયત નાદુરસ્ત હતી. કોરોનાકાળ બાદ તેમને તબિયત બગડી હતી અને સારવાર માટે હૈદરાબાદ પણ લઈ જવાયા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બગડ્યા, વ્યાજખોરોની હવે નથી ખેર -

 

શ્રી રમેશભાઈ છેલ્લા કેટલા સમયથી ડાયાલિસિસ પર હતા. આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સંઘવી પરિવારનાં મોભીનું દુઃખદ અવસાન થી શોકનો માહોલ છવાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી રમેશભાઈ આઇસીયુમાં દાખલ હતા, તેથી હર્ષભાઈએ બે દિવસથી તમામ કાર્યક્રમો રદ કર્યા હતાં.

સાંજે પાંચ વાગ્યે હર્ષ સંઘવીના નિવાસ સ્થાન ધરમ પેલેસ પારલે પોઈન્ટથી તેમની અંતિમ યાત્રા ઉમરા સ્મશાન ભૂમિ માટે નીકળશે. શ્રી રમેશચંદ્ર સંઘવી અનેક સેવા કાર્યો સાથે સંકળાયેલા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0