કોરોના દરમ્યાન કરેલ સેવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ દ્વારા સાબરકાંઠા એસપીનું સન્માન કરાયું

August 4, 2021
SP Sabarkantha
સાબરકાંઠા જિલ્લાના એસ.પી નીરજકુમાર બડગુજરનું સન્માન કરાયુ હતુ. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં વિસ્તારમાં કોરોના દરમિયાન લોકહીત ના કાર્યો માં લોકોને મદદરૂપ બનનાર વિશાલકુમાર સનતકુમાર જાની અને સોનલબેન દીપકકુમાર ત્રિવેદી દ્વારા લોકહીતના કાર્યોમાં લોકોને મદદરૂપ બન્યા હતા ત્યારે ભારત સહીત સમગ્ર વિશ્વ જયારે કોરોના ની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાએ લોકો પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી રહ્યા છે, એવામાં તમામ સેવાભાવી અગ્રણીઓ દ્વારા પોતાની શક્તિથી પણ વધારે ઈશ્વર કૃપાથી શક્ય તમામને મદદ કરીને ક્યાંકને ક્યાંક લોકોની જિંદગી બચાવી રહ્યા છે. અને સેવા પરમો ધર્મ ના સૂત્રને સાર્થક કરી માનવધર્મ નિભાવી રહ્યા છે.

આ પણ વાંચો – ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના તખતપુરા ગામની મહિલા ની અનોખી કહાની

આ તબક્કે લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સમાજ પ્રત્યેની સેવા અને પ્રતિબદ્ધતા બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થા ના યુરોપના પ્રેસિડેન્ટ વિલિયમ ઝેચલર,ભારત ના પ્રેસિડેન્ટ  સંતોષ શુક્લાજી, શુભકામનાઓ પાઠવી હતી અને સાબરકાંઠા જિલ્લાના એસપી નીરજ કુમાર બડગુજર અને ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ નીતિનભાઈ ઠાકોરના હસ્તે સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવેલ અને તેમની સેવાઓની પ્રશંસા કરી હતી.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0