તળશીબેન

મારા 56 વર્ષના જીવનકાળ દરમિયાન મારા હાથે અનેક મહિલાઓને પ્રસૂતિ કરાવી : તળશીબેન

ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા  તખતપુરા ગામે રહેતા તળશી બેન ચૌહાણ છેલ્લા 30 વર્ષથી અનેક ગામોમાં મહિલાઓને વિનામૂલ્યે પ્રસૂતિ કરાવી રહ્યા છે પ્રસુતિ માટે તેમની પાસે તમામ પ્રકારનો સામાન તે એક પેટીમાં રાખે છે જાણે કોઈ ડોક્ટર મહિલાને પ્રસુતિ કરવા માટે જતો હોય તે તમામ પ્રકારની સુવિધા તળશીબેન આપી રહ્યા છે.

આ પણ વાંચો – Matrimony સાઈટ ઉપર મળેલી યુવતીએ લગ્નના સપના બતાવી રૂ. 13.79 લાખનો ચૂનો ચોપડયો

તળસીબેને વીસ વર્ષની ઉંમરે જ મહિલાઓને પ્રસૂતિ કરાવવાનું શીખી લીધું હતું. બસ ત્યારથી જ રાત હોય કે દિવસ હોય કોઈપણ સમય તેમને બોલાવવામાં આવે તો તેઓ તરત જ હાજર થઈ જાય છે.  મહિલાઓને સુરક્ષિત રીતે પ્રસૂતિ પણ કરાવી દે છે. તેમની પાસે કોઈ અભ્યાસ કે ડોક્ટર ની ડીગ્રી ન હોવા છતાં પણ, અને ગામના લોકો તેમને પ્રસુતિ માટે બોલાવી રહ્યા છે 56 વર્ષની ઉંમરમાં આજે પણ તળસીબેન અનેક ગામોમાં જઈ ડોક્ટરની જેમ મહિલાઓને પ્રસૂતિ કરાવી રહ્યા છે.
તળસીબેન નું માનવું છે કે તખતપુરા ગામમાં મહિલાઓને પ્રસૂતિ કરાવવા માટે કોઈ સુવિધા નથી. જેના કારણે હું છેલ્લા ઘણા વર્ષોથી તખતપુરા ગામમાં તેમજ અન્ય ગામોમાં મહિલાઓને પ્રસૂતિ કરાવી રહી છું હાલમાં મહિલાઓને પ્રસુતિ મળી રહે તે માટે હોસ્પિટલ બનાવવામાં આવશે. જેના કારણે હવે ધીમે ધીમે મહિલાઓ પ્રસૂતિ કરાવવા માટે દવાખાના તરફ જઈ રહી છે. પરંતુ મારા 56 વર્ષના જીવનકાળ દરમિયાન મારા હાથે અનેક મહિલાઓને પ્રસૂતિ કરાવી છે. આજ દિન સુધી એક પણ મહિલા નો કે બાળક નો કેસ મારા હાથે ખરાબ થયો નથી. અને હજુ પણ કોઈપણ સમયે મને મહિલાને પ્રસૂતિ કરાવવા માટે બોલાવવામાં આવે છે તો હું અત્યારે પણ મહિલાઓને પ્રસૂતિ કરાવવા માટે જવું પડે છે.
Contribute Your Support by Sharing this News: