ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા એસઓજીએ રાત્રે હિંમતનગરમાં બાયપાસ પર ઈલોલ ચોકડીથી હિંમતનગરના બે યુવકોને 2.11 લાખના હાઈબ્રીડ ગાંજો, ચરસ અને ગાંજા સાથે ઝડપી રૂરલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ત્રણ જણા સામે ફરિયાદ નોંધાવી હાઈબ્રીડ ગાંજાની સરકારે નક્કી કરેલ કિંમત પ્રતિ કિલો રૂ.35 લાખ બંનેએ વિજાપુરના શખ્સ પાસેથી આ જથ્થો ખરીદ્યો એસઓજીને બાતમી મળી કે ઇકો નંબર જીજે-09-બીએન-0317માં માદક પદાર્થ લઈ આરટીઓ સર્કલ બાયપાસથી ઈડર તરફ બે શખ્સો જવાના.

બાતમીને પગલે ઈલોલ ચોકડી ખાતે વોચમાં તે દરમિયાન રાત્રે 10:15 વાગ્યા પછી બાતમીવાળી ગાડી આવી પહોંચતા ચાલક બળવંતભાઈ ચંદુભાઈ ભાટ (રહે.તપોવન સોસાયટી સહકારી જિન હિંમતનગર) અને સુનિલસિંહ ધર્મેન્દ્રસિંહ સોલંકી (રહે. શારદાકુંજ સોસાયટી મોતીપુરા)ને ઉતારી સુનિલસિંહના શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ અને પેન્ટના ખિસ્સામાંથી રોકડ અને હાઈબ્રીડ ગાંજો એક પેકેટમાંથી મળ્યો બળવંતભાઈ ભાટના શર્ટના ખિસ્સામાંથી ડબ્બીમાંથી ચરસ મળ્યું ઈકોમાં પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલ લીલા રંગની ડાળખી પાંદડી વાળો વનસ્પતિ જન્ય પદાર્થ મળતાં.

તેની ચકાસણી કરતાં ગાંજો હોવાનું જણાતા બંને શખ્સો પાસેથી મળેલ 48 ગ્રામ હાઇબ્રીડ ગાંજો કિં.1.68 લાખ, ચરસ 30 ગ્રામ કિં.રૂ.7500, ગાંજો 720 ગ્રામ કિં. 36,000, ઈકો મોબાઈલ રોકડ રકમ વજન કાંટો વગેરે મળી કુલ 5.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની પૂછપરછ કરતાં નશાનો આ જથ્થો વિજાપુરના આનંદપુરાના જીગ્નેશકુમાર મહેશકુમાર પટેલ પાસેથી લાવ્યા અને નશા માટે પોતે ઉપયોગ કરતા હોવાની તથા કોઈ ગાંજો ચરસ લેવા આવે તો વેચાણ આપનાર હોવાની કબૂલાત કરી.


