ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરના ધાણધા નજીકથી 3 કિલો કરતાં વધારે ગાંજા સાથે શખ્સને સાબરકાંઠા એસઓજી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી જ્યારે બે આરોપીઓ ફરાર થઇ ગયા એસઓજીની ટીમ જયારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ત્યારે બાતમી મળી કે, નારાયણી વેર હાઉસ ધાણધા ગામના નાકે ઇડર તરફથી.

એક શખ્સ થેલામાં ગાંજો લઇને આવી રહ્યો બાતમીના આધારે એસઓજી ટીમે ધાણધા રોડ પર વોચ ગોઠવી શખ્સને ઝડપી પાડ્યો જેની તપાસ કરતાં રૂ.1,98,750નો 3.975 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો તેની પાસેથી 5હજારનો મોબાઇલ પણ મળ્યો પોલીસે કુલ 2,03,750ના મુદ્દામાલ સાથે.

વિષ્ણુભાઇ બાબુભાઇ ગમાર (28) રહે. પાલીયાબીયા,તા.પોશીના ની અટકાયત કરી તેની સામે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જ્યારે બે આરોપીઓ ફજાભાઇ આદિવાસી રહે.ટીલરવા તા.કોટડા છાવણી જિ.ઉદેપુર રાજસ્થાન તથા અંકિત રહે.અમદાવાદ ઇન્દિરા બ્રિજ નામના બે આરોપીઓ ફરાર.


