સાબરકાંઠા SOGએ હિંમતનગરના પાણપુર ગામેથી પ્રોહીબીશનના ચાર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો…

January 24, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા હિંમતનગરના પાણપુર ગામેથી પ્રોહીબીશનના ચાર ગુનામાં નાસતા ફરતા આરોપી મોહિતભાઇ ઉર્ફે નેત્રપાલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી આરોપી અરવલ્લી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ સાબરકાંઠા SOGના PI ડી.સી.પરમારના જણાવ્યા અનુસાર, PSI પી.એમ. ઝાલા અને સ્ટાફ ATS ચાર્ટર અંતર્ગત પેટ્રોલિંગમાં તે દરમિયાન અનિરૂધ્ધસિંહ અને હરપાલસિંહને મળેલી બાતમીના આધારે પાણપુર ગામના પાટિયા પાસેથી મોહિતભાઇ ઉર્ફે નેત્રપાલ ચૌધરી (રહે. ક્રિષ્ણનગર સોસાયટી, પાણપુર, હિંમતનગર, મૂળ રહે. ભવોકરા, ગૌતમબુધ્ધનગર, ઉત્તર પ્રદેશ) તેના ઘરે આવ્યો હોવાની માહિતી મળી પોલીસે તેના ઘરે જઈને તેને ઝડપી પાડ્યો.

Sabarkantha SOG Nabs Four Prohibition Case Absconder in Panpur

e-GujCop અને ICJS પોર્ટલ પર આરોપીની વિગતો તપાસતા જાણવા મળ્યું કે તે અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશનમાં બે અને મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બે, એમ કુલ ચાર પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો  ધરપકડ બાદ આરોપીને વધુ કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો આ ઉપરાંત, હિંમતનગર એ ડિવિઝન પોલીસે મોતીપુરા સલાટવાસમાંથી ચોરીના મોબાઈલ ફોન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીએ જણાવ્યું કે, ગઢોડા બીટ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં.

તે દરમિયાન હરપાલસિંહને મળેલી બાતમીના આધારે મોતીપુરા સલાટવાસમાં રહેતા ભગવાનભાઈ ઉર્ફે ભગો કિશનભાઈ સલાટ પાસેથી ચોરીનો મોબાઈલ ફોન મળી આવ્યો પોલીસે તેની અટકાયત કરી તેના ઘરે તપાસ કરતા ₹10,000ની કિંમતનો વિવો કંપનીનો V29e આર્ટીસ્ટીક રેડ કલરનો મોબાઈલ ફોન (IMEI નં. 863405068086492 તથા 863405068086484) મળી આવ્યો આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ  પોલીસે મુદ્દામાલ કબજે લઈ ભગવાનભાઈ ઉર્ફે ભગો કિશનભાઈ સલાટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0