સાબરકાંઠા LCBએ તલોદના ગુલાબની મુવાડી નજીકથી એલ્યુમિનિયમ ધાતુની ચોરી કરનાર ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા…

February 28, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)એ તલોદના ગુલાબની મુવાડી નજીકથી એલ્યુમિનિયમ ધાતુની ચોરી કરનાર ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા તેમની પાસેથી ચોરીનો કુલ રૂ. 7,31,750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ આરોપીઓને વધુ કાર્યવાહી માટે તલોદ પોલીસને સોંપવામાં આવ્યા ચાર દિવસ પહેલા તલોદ પોલીસ સ્ટેશનમાં ગુલાબની મુવાડી ગામની સીમમાં આવેલી એન્ટિક એક્સટ્રુઝન ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમ ધાતુના ગઠ્ઠાઓની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ આ ફરિયાદના આધારે સાબરકાંઠા LCB ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાએ જણાવ્યું કે, PSI આર.કે. જોષી અને આર.જે. જાડેજા સહિતની ટીમ તપાસમાં તે દરમિયાન નિરીલકુમાર અને જીજ્ઞેશભાઈને બાતમી મળી કે ચોરી કરનારા ઈસમો જોરાજીના મુવાડા ગામની સીમમાં લુણી નદીના પટ પાસે.

Internal transfer of three PI including LCB PI in Sabarkantha, know who transferred where

ચોરીનો માલ વેચવાનું નક્કી કરવા ભેગા થયા બાતમીના આધારે LCB ટીમ ઘટનાસ્થળે પહોંચી અને એક ડાલુ (વાહન) તથા ત્રણ મોટરસાયકલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા ડાલામાંથી એલ્યુમિનિયમ ધાતુના કુલ 37 ગઠ્ઠા (1335 કિલોગ્રામ) મળી આવ્યા જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 3,33,750 ની કિંમતના એલ્યુમિનિયમના ગઠ્ઠા, રૂ. 3,00,000ની કિંમતનું અશોક લેલન્ડ બડા દોસ્ત ડાલુ (નંબર GJ-18 BW-1285), રૂ. 18,000ની કિંમતના બે મોબાઈલ ફોન, અને રૂ. 80,000ની કિંમતના બે મોટરસાયકલ તથા એક એક્ટિવા શામેલ આમ, કુલ રૂ. 7,31,750 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પકડાયેલા આરોપીઓમાં (1) વિજયભાઈ કૈલાસભાઈ રામાભાઈ ભરથરી (રહે. હરસોલી ચોકડી, દહેગામ, મૂળ રહે. સિહોલી, હિંમતનગર),

Talod Factory Aluminium Theft Gang Nabbed; 4 Held with ₹7.31 Lakh Goods

(2) પિન્ટુભાઈ વિરચંદભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (દેવીપૂજક) (રહે. હરસોલી ચોકડી, દહેગામ, મૂળ રહે. રમોશ (ઝાંજરી), બાયડ), (3) સંજયભાઈ મોતીભાઈ અભાભાઈ દેવીપૂજક (રહે. હરસોલી ચોકડી, દહેગામ), અને (4) અજયકુમાર ઉર્ફે મુત્રો પ્રતાપભાઈ મંગાભાઈ ભરથરી (રહે. પેથાપુર, વાકોલ ત્રણ જોડિયા, ગાંધીનગર) નો સમાવેશ થાય આ ગુનામાં અન્ય છ આરોપીઓ ફરાર છે, જેમાં (1) કિશનભાઈ ગણપતભાઈ ભરથરી, (2) શની ગણપતભાઈ ભરથરી, (3) મનોજ મંગળભાઈ રાવળ (દેવીપૂજક), (4) સચિનભાઈ ઉર્ફે સેધો રમેશભાઈ ભરથરી (તમામ રહે. હરસોલી ચોકડી, દહેગામ), (5) સાહીલ ભરથરી (રહે. વગદા (વડગામ), પાલનપુર), અને (6) રાજેશ મોતીભાઈ અભાભાઈ દેવીપૂજક (રહે. હરસોલી ચોકડી, દહેગામ) નો સમાવેશ થાય આ તમામ સામે વધુ કાર્યવાહી માટે તલોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0