ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજી ત્યારબાદ કોંગ્રેસ પક્ષ દ્વારા જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો આ દરમિયાન કોંગી કાર્યકરોએ હાથમાં ભગવો ઝંડો ધારણ કરી અને જય શ્રીરામના નારા લગાવીને અનોખો વિરોધ પ્રદર્શન યોજ્યું વિપક્ષ નેતા તુષાર ચૌધરીની હાજરીમાં આ આયોજન કરાયું સર્કિટ હાઉસથી એક પદયાત્રા કાઢવામાં આવી.

કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ, મંદિરમાં દાનની ચોરી અને ભ્રષ્ટાચાર કરનારાઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો વિપક્ષ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીની આગેવાનીમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસથી એક પદયાત્રા કાઢવામાં આવી આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ભગવા ઝંડા સાથે જોડાયા અને જય શ્રીરામના નારા લગાવી ભ્રષ્ટાચાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

મંગળવારે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક વિપક્ષ નેતા તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં અને જિલ્લા પ્રમુખ રામ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાઈ આ બેઠકમાં આગામી દિવસોમાં પક્ષનું સંગઠન મજબૂત કરવા અને બૂથ લેવલ સુધીની કામગીરી સુદ્રઢ કરવા અંગે ચર્ચા થઈ આ ઉપરાંત ઇડર ખાતે છાત્ર ગુંજ સહિતના વિવિધ આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી.


