આ ભાજપ જિલ્લા પ્રમુખે રાજીનામા ધર્યા મહેસાણામાં જશુ પટેલ, બાટોદામાં અરવિંદ વનાડીયા અને ભાવનગરમાં મુકેશ લંગારીયા
ભાજપમાં આંતરિક વિખવાદ અને ફરિયાદોને પગલે સંગઠનમાં ફેરફારનો સીલસીલો યથાવત
અલગ અલગ વ્યક્તિગત કારણો દર્શાવીને પ્રમુખોએ રાજીનામા આપ્યા
ગરવી તાકાત, મહેસાણા તા. 01 – મહેસાણામાં જિલ્લા ભાજપનું નેતૃત્વ સંભાળતાં જશુ પટેલે પોતે જ રાજીનામાનો પત્ર ગુજરાત પ્રદેશ પ્રમુખને સુપ્રત કર્યો છે. જેમાં તેઓએ રાજીનામાનું કારણ તેઓનો પરિવાર અમદાવાદમાં હોવથી રાજીનામું આપ્યું હોવાનું જણાવાયું છે તો બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અને ભાવનગર જિલ્લા અને શહેર પ્રમુખોએ પણ રાજીનામાં આપ્યાં છે તે જોતાં આગામી 24 કલાકમાં નવા ભાજપ જિલ્લા પ્રમુખોની જાહેરાત થવાની શક્યતા છે. મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણી બાદ આ અગાઉ ચાર જિલ્લા ભાજપ પ્રમુખો સી.આર.પાટીલ દ્વારા બદલવામાં આવ્યાં હતા જ્યારે વધુ ત્રણ જિલ્લા ભાજપ પ્રમુખોએ સ્વેચ્છાએ રાજીનામાં ધરતાં ભાજપમાં આંતરિક વિખવાદ અને ફરિયાદોને પગલે સંગઠનમાં ફેરફારનો સીલસીલો યથાવત રહેેવા પામ્યો છે. 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ભલે પુરી થઈ ગઈ હોય અને નવી સરકાર ભલે રચાઈ ગઈ હોય પણ રાજ્યમાં હજુ પણ રાજકીય ગરમાવાની સ્થિતિ યથાવત છે. આ વખતે વાત વિપક્ષની નથી અહીં તો ભાજપમાં જ આંતરિક વિખવાદ અને ફરિયાદોને પગલે સંગઠનમાં ફેરફારનો સિલસિલો યથાવત છે. ભાજપના સંગઠનમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. ચૂંટણી બાદ પ્રદેશ ભાજપમાં જિલ્લા અને શહેર સંગઠનોમાં ફેરફારનો દોર યથાવત છે. એક સાથે ચાર જિલ્લા અને શહેરોના પ્રમુખો બદલાય તેવી સંભાવના છે. મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લા અને શહેરના પ્રમુખો બદલાય તેવી પુરી શક્યતા છે.
અલગ અલગ વ્યક્તિગત કારણો દર્શાવીને પ્રમુખોએ રાજીનામા આપ્યા છે. ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યા અને ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશ લંગારીયાએ પણ રાજીનામું આપ્યું છે. મહેસાણામાં જસુ પટેલ, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદ વનાડીયાએ પણ રાજીનામું આપ્યું છે. રાજીવ પંડ્યાના પત્ની ધારાસભ્ય બન્યા હોવાના કારણે તેમણે રાજીનામુ આપ્યું છે. મહેસાણા જસુ પટેલનો પરિવાર અમદાવાદમાં હોવાના કારણે રાજીનામું આપ્યુ છે. મહેસાણા, બોટાદ અને ભાવનગરના નવા પ્રમુખોની 24 કલાકમાં જાહેરાત થાય તેવી સંભાવના છે. વિધાનસભાની ચૂંટણી બાદ જિલ્લાના ભાજપ પ્રમુખો બદલાઇ ચૂક્યા છે.


