સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ ખાતે મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ માં નિયમિત ચાલતા યોગ વર્ગો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ માં આવેલ મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ૪ મહિનાથી યોગ અભ્યાસ ચાલી રહ્યો છે. આ યોગા ક્લાસમાં છોકરીઓને નિયમિત યોગ તાલીમ આપવામાં આવી રહી છે. આ યોગા અભ્યાસ માં મેડિકલ તથા ડેન્ટલની છોકરીઓ વર્ગમાં જોડાય છે. યોગ અભ્યાસ થી વિધ્યાર્થિનીઓમાં નોંધ પાત્ર પરિણામો મળી રહ્યા છે જેવા કે વજનમાં ઘટાડો , ફ્લેક્સિબિલિટી , અનિન્દ્રા ,સ્ટ્રેસમાં રાહત ,PCOD , તથા શારીરિક ક્ષમતા માં વધારો થવો.

આ અભ્યાસ હેઠળ વિધ્યાર્થિનીઓ ના શારીરિક BMI દ્વારા વર્ગીકૃત કરી બેચ પ્રમાણે યોગા કરવવામાં આવી રહ્યા છે. જરૂરી યોગા અભ્યાસ દ્વારા વિધ્યાર્થિનીઓની શારીરિક ક્ષમતા માં થતાં વધારા ને પણ સમયાંતરે નોંધ લેવામાં આવી રહી છે. જ્યારે આ વિધ્યાર્થિનીઓ મેડિકલ અને ડેન્ટલ જેવા ઊંચ અભ્યાસ કરી રહી છે ત્યારે તેમની શારીરિક સાથે માનસિક ક્ષમતા માં પણ વધારો થાય તે માટે મેડિટેસન અને ધ્યાન યોગ ની તાલીમ પણ આપવામાં આવી રહી છે.

આ તાલીમમાં ગર્લ્સ હોસ્ટેલના રેક્ટર શ્રી વર્ષા બેન તથા મિતલબેનનો સહયોગ પ્રાપ્ત થાય છે. આ સમગ્ર તાલીમ નું સંચાલન સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ ના યોગ ઇનસ્ટ્રાક્ટર કિંજલ જાડેજા ના માર્ગદર્શન અને પ્રશિક્ષણ હેઠળ થઈ રહ્યું છે. આવા હોલિસ્ટિક કાર્યક્રમ માટે નરસિંહ ભાઈ પટેલ ડેન્ટલ કોલેજ ના ડો. ડિન વિલાસ પટેલ , નૂતન મેડિકલ કોલેજ ના ડિન ડો. હિમાંશુ જોષી અને યુનિવર્સિટિના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલની પ્રેરણા પ્રાપ્ત થઈ રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.