ગરવી તાકાત પાલનપુર : પોલીસ અધિકારી તેમજ પોલીસ જવાન સાત દિવસ અને 24 કલાક નોકરી કરતા હોય છે વાર તહેવારે પણ ભાગ્ય જ ઘર જોવા મળતું હોય છે ત્યારે આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ધાનેરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા પરિષદ અને ઓજસ્વિની બહેનો શિવાની ઠક્કર,વારી બેન પટેલ, વૈશાલીબેન ત્રિવેદી, સરોજબેન બારોટ, ટીના બેન ત્રિવેદી દ્વારા
પોલીસ જવાનો ને રક્ષા બાંધી રક્ષાબંધન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં રાષ્ટ્રીય બજરંગ દળ ના આગેવાનો અને કાર્યકર્તા મિત્રો પણ હાજર રહ્યા હતા
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર