રાજ્યસભાના સાસંદ મયંકભાઈ નાયકને રાજસ્થાનમાં સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જની જવાબદારી સોંપાઇ

September 11, 2024

મયંકભાઈ નાયક રાજ્યસભાના સાસંદ અને ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ અને હવે વધુ એક રાજસ્થાનની જવાબદારી સોંપાઇ 

ગરવી તાકાત, મહેસાણા તા. 11 – મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયકને હાલ ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તો બીજી તરફ મહેસાણા રાજ્યસભાના સાંસદ તરીકેની પણ જવાબદારી નિભાવી રહ્યાં છે. મયંકભાઇ નાયકની પક્ષ પ્રત્યેની વફાદારી અને નિષ્ઠાને જોતાં પક્ષ દ્વારા તેમની કામગીરી નોંધ લેવામાં આવી રહી છે જેને પગલે હવે સાંસદ મયંકભાઇ નાયકને ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં હવે મંયકભાઇ નાયકને વધારાની રાજસ્થાન પ્રદેશ ભાજપમાં સદસ્યતાં અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે.

BJP OBC Morcho Gujarat | Gandhinagar

તેમને રાજસ્થાન પ્રદેશ ભાજપમાં સદસ્યતા  અભિયાનના ઇન્ચાર્જ બનાવાયા છે. મયંકભાઇ નાયક ભારતીય જનતા પાર્ટીએ સોંપેલી ત્રણેય જવાબદારી બખુબી નિભાવી રહ્યાં છે અને તેઓને સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ બનાવવામાં આવતાં તેઓને રાજસ્થાન સુધી પણ લાબા થવાની ફરજ પડશે. પરંતુ મહેસાણા જિલ્લાની જનતાની સમસ્યાને ન્યાય મળે તેમના પ્રશ્નોના ઉકેલ આવે તે માટે મહેસાણા ખાતે તેમની સેવાલય નામ ધરાવતી ઓફિસ બનાવવામાં આવી છે જ્યાંથી પણ તેઓ મહેસાણાની જનતાની સેવા કરી રહ્યાં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0