કડીની કોટન ફેક્ટરીના વેપારી પાસેથી માલ ખરીદી રાજેસ્થાનના વેપારીએ 10 લાખનો ચુનો લગાવ્યાનો આરોપ

November 27, 2021
Raza Industries
મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલ રાજા કોટન લીનટર્સ નામની ફેક્ટરીમાં કોટન ઉત્પાદન અને મિલમાં ડીલેડીંગ કપાસિયાનો ઉત્પાદનની કામગીરી ચાલે છે, જે કંપનીમાં એક વર્ષ પહેલાં રાજસ્થાનના એક દલાલ સહિત અન્ય ત્રણ ઈસમોએ વેપારીનો વિશ્વસ કેળવી કપાસિયાની માલ ખરીદ્યા બાદ રકમ ચૂકતે ના કરતા 10 લાખની ઠગાઉ આચરી હોવાની ઘટના પ્રકાસમાં આવી છે. 
 
 
રાજા ઈન્ડસ્ટ્રીઝમાં અનેક વેપારી કપાસિયા ના માલ સમાન ખરીદવા આવતા જતા હોય છે. ત્યારે રાજા ઇન્સ્ટ્રીઝ માં રામકૃષ્ણ બ્રોકર્સ એજન્સીનો રાજસ્થાન નો  ગૌરીશંકર નામનો દલાલ પાંચ વર્ષથી આવી તેના દ્વારા માલ વેચાણ કરતો હતો જેથી રાજા ઈન્ડસ્ટ્રીઝ સાથે સારો એવો વિશ્વાસ આ દલાલે કેળવ્યો હતો જેમાં 4 ફેબ્રુઆરી 2020 દરમિયાન દલાલ ગૌરીશંકર પોતાની સાથે રાજસ્થાન ના અન્ય ત્રણ ઈસમો ને સાથે લાવ્યો હતો
 
જેમાં ત્રણ ઈસમો ને જયપુરના વેપારી બતાવી તેઓને કપાસિયાની ખરીદી કરવી હોવાની વાત વેપારી ને કરી હતી બાદમાં  દલાલ ગૌરીશંકર પર વિશ્વસ મૂકી ફરિયાદી વેપારી એ પ્રથમ માં બાકી રકમ રાખી જયપુર થી આવેલા ઈસમો ને પ્રથમ વાર 4 લાખ 32 હજાર 044 નો માલ આપ્યો હતો  ત્યારે આમ કુલ ત્રણ વાર દલાલે ફરિયાદી વેપારી પાસે અલગ અલગ સમયે અલગ અલગ કિંમત ની માલ મંગાવ્યા બાદ કુલ 12,10,803 જેટલી રકમ ફરિયાદી વેપારીને લેવાની નીકળતા તેઓએ ઉઘરાણી કરી હતી.
 
બાદમાં આરોપી દલાલ ગૌરીશંકર સાથે આવેલા ત્રણ ઇઅમોએ આર.ટી.જીએસ. મારફતે 1.50 લાખ કડીના વેપારીને મોકલી આપ્યા હતા અને બાકી રહેલા 10 લાખ જેટલી રકમ થોડા દિવસમાં આપવાનો વ્યડો કર્યો હતો.
 
બાદમાં કડીના વેપારીએ બાકી રહેલા 10 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા દલાલ ગૌરીશંકરએ બહાના બાજી શરૂ કરી દીધી હતી આખરે કડીના વેપારીએ દલાલ ગૌરીશંકર સાથે રૂબરૂ મુલાકાત કરી ત્યારે ગૌરીશંકર એ ફરિયાદીને કહેલ કે તમારાથી થાય એમ કરી લો તમને ફૂટી કોળી નહિ મળે તેમ કહી વેપારી સાથે ગેરવર્તન કર્યું હતું. 
 
જેથી કડીના વેપારીએ ચારે આરોપી જેવા કે આશિષ નટવરલાલ,સંયમ નટવરલાલ, નટવરલાલ શંકરલાલ, ગૌરીશંકર રામ કૃષ્ણા  એજન્સીના માલિક સામે કડી પોલીસ મથક માં છેતરપીંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0