ગુજરાતમાં આગામી બે દિવસ સુધી વીજળી કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી 

May 29, 2023

ગુજરાતના 91 તાલુકામાં ગત સાંજથી મોડી રાત સુધી મેંઘરાજાએ ધબધબાટી બોલાવી હતી 

મહેસાણામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજા તૂટી પડ્યાં હતા, 

બહુચરાજી તાલુકામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યોં 

ગરવી તાકાત, મહેસાણા-તા. 29- ગુજરાતમાં ગઈકાલે સાંજે અચાનક આવેલા વાતાવરણના પલટા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના પાંચ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. તો સૌથી વધુ વરસાદ મહેસાણાના બેચરાજીમાં અઢી ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. . તો હજી પણ ગુજરાતના માથે વરસાદની ઘાટ ટળી નથી. ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે.

 

ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમથી ગઈ કાલે બપોર બાદ અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદના છાંટા પડવાના શરૂ થયા. તેના બાદ અમદાવાદ અને ભાવનગરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતાં 30 મે પછી વાતાવરણ નોર્મલ થશે.

ગુજરાત પરથી હજી પણ વરસાદની ઘાત ટળી નથી, 31 મે સુધી ભારે વરસાદની હવામાનની આગાહી છે. અચાનક સાંજે ધમધોકાર વરસાદ તૂટી પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ રહેવાના સંકેત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ કારણે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.

છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદની સ્વીચ પડી છે. આકાશમાં કુલર ચાલુ થયુ હોય તેમ વાતાવરણમા એકાએક પલટો આવ્યો છે. વાતાવરણમાં આ પરિવર્તનની સાથે અનેક વિસ્તારોમાં રવિવારે સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હજી પણ આજે સોમવારે અને મંગળવારે અનેક જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.

વાત કરીએ તો શુક્રવારે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે ડિઝાસ્ટર વિભાગે તમામ એપીએમસીને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. માર્કેટ યાર્ડમાં રહેલું અનાજ પલળે નહીં તે માટે તકેદારી રાખવા માટે અપીલ કરી છે. શુક્રવારે વરસેલા વરસાદમાં અમદાવાદના મકતમપુરા વિસ્તારમાં વિશાળ ભુવો પડ્યો હતો, જેમા આખી કાર જમીનમાં ધસી ગઈ હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0