ઠાકોર સમાજ દ્વારા શોભાયાત્રા કાઢી ગબ્બર પર્વત પર માં અંબાને ધજા ચઢાવી

April 13, 2022

— અંબાજી ઠાકોર સમાજના ભક્તોએ માતાજીના દર્શન કર્યા :

— અંબાજીમાં વસતા ઠાકોર સમાજના લોકો માં અંબાને ધજા ચઢાવી ભાવ વિભોર બન્યા :

ગરવી તાકાત અંબાજી : યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી રહેતાં ઠાકોર સમાજના લોકો દ્વારા શોભાયાત્રા અંબાજીથી ગબ્બર સુધી કાઢી માંના શિખરે ધજા ચઢાવી હતી. આ પ્રસંગે ભક્તિમય માહોલ સર્જાવા પામ્યો હતો.

અંબાજીમાં દાંતા સ્ટેટ સમયથી રહેતાં ઠાકોર સમાજના લોકો દ્વારા તાજેતરમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ વખતે વિવિધ સમાજો દ્વારા શોભાયાત્રા કાઢી માતાજીને ધજા ચઢાવવામાં આવી હતી.તે મુજબ વહેલી સવારે અંબાજીના ભૈરવજી મંદિરે સૌ એકઠા થયા હતા. અને ત્યારબાદ લાલ ધજાઓ સાથે બોલ માડી અંબે જય જય અંબેના નારાઓ સાથે આ વિશાળ શોભાયાત્રા ગબ્બર પહોંચી હતી.

જ્યાં ગબ્બર પર્વત ચઢી માતાજીના શિખરે ધજા ચઢાવવામાં આવી હતી. વર્ષોથી ગબ્બર પર્વત પર માતાજીની પૂજા અર્ચના કરવાની જવાબદારી ઠાકોર સમાજની છે. અને તેઓ ભક્તિભાવ પૂર્ણ માતાજીની સેવા-પૂજા કરી રહ્યા છે. અંબાજીમાં ખુબજ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના ભાઇ-બહેનો વસવાટ કરી રહ્યા છે. આમ આ સમાજ દ્વારા માં અંબાને ધજા ચઢાવી ભાવ વિભોર બન્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0