નૂતન હોસ્પિટલ વિસનર ખાતે વડાપ્રધાન મોદીનો 73મો જન્મદિવસ ઉજવાયો

September 17, 2023
નૂતન હોસ્પિટલ વિસનર ખાતે પ્રકાશ પટેલ અધ્યક્ષસ્થાને વડાપ્રધાન મોદીનો 73મો જન્મદિવસ ઉજવાયો
વડાપ્રધાનના મોદીના જન્મદિવસ નિમિત્તે વિસનગર નૂતન હોસ્પિટલ ખાતે વિવિધ સેવાકિય કાર્યક્રમ યોજાયા
હોસ્પિટલમાં દર્દીઓની વિના મૂલ્યે તપાસ તથા નિદાન કરવામાં આવ્યું, સાથે સાથે ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો 
બેચરાજી, નંદાસણ, ઉદલપુર અને કામળી ખાતે જુદા જુદા દિવસોએ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયા
ગરવી તાકાત, મહેસાણા તા. 17- સાકળચંદ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ખાતે મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર કે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની આગવી છબી  પ્રસ્થાપિત  કરી  યોગ થી લઇ અંતરિક્ષ સુધી સિદ્ધિ અપાવી ભારતને વિશ્વ ગુરુ બનાવવાના સ્વપ્નદ્ષ્ટા  એવા વિશ્વમાં સૌથી લોકપ્રિય અને ભારતના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન  માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 73 માં જન્મદિવસ નિમિત્તે જુદા જુદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
નૂતન હોસ્પિટલ ખાતે દીપ પ્રાગટ્ય અને કેક કટીંગ કરી તમામ દાખલ દર્દીઓને ફ્રુટ વિતરણ, વિનામૂલ્ય તપાસ,નિદાન ઓ.પી.ડી તેમજ ભારત સરકાર સાથે સંયુક્ત ઉપક્રમે બેચરાજી, નંદાસણ, ઉદલપુર અને કામળી ખાતે જુદા જુદા દિવસોએ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નૂતન હોસ્પિટલ ના દરેક વિભાગના નિષ્ણાત ડોક્ટર્સ સેવા આપશે.
આ શુભેચ્છા કાર્યક્રમમાં સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ ,વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ચંદુભાઈ પટેલ સાહેબ, ટ્રસ્ટી શ્રી એલ કે પટેલ સાહેબ, શ્રી અમૃતભાઈ પટેલ,શ્રી રમણભાઈ પટેલ, હોસ્પિટલના ડે.સુપ્રીટેનડન્ટ ડૉ.સુનીતા મનનાગુટી, વિસનગરના નામાંકિત ફિઝિશિયન ડૉ.પ્રદીપ સાંડેસરા, ડોક્ટર્સ, સંસ્થાના તમામ વડાઓ અને સ્ટાફ ગણ વગેરે હાજરી આપી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વાસ્થ્ય સારુ જળવાઈ રહે, સ્વસ્થ અને દીર્ધાર્યું બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0