— દિયોદરમાં આવતાની સાથેજ બુટલેગરો ભૂગર્ભમાં ઉતર્યા :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડોડગામના વતની કિરણભાઈ હેમજીભાઈ સુથાર (કે એચ સુથાર) વર્ષ 2016 ની ભરતીમાં પીએસઆઈ તરીકે સિલેક્શન થયા બાદ પ્રથમ પોસ્ટિંગ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પીએસઆઈ તરીકે ચાર્જ સંભાળ્યો ત્યાર બાદ અમોદ, કાવી પોલીસ જેવા અનેક પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવેલ ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તાર ના સુઈગામ ખાતે ફરજ બજાવી ત્યાર બાદ થરાદ ખાતે બદલી થઈ અને હાલમાં દિયોદર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે…
પીએસઆઇ કિરણભાઈ સુથાર છેલ્લા કેટલાય સમયથી સેવાકિય પ્રૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે હમણાજ થોડા સમય અગાઉ એમના સ્વર્ગસ્ત ભાઇ પ્રદીપભાઇની પુણ્ય તિથિ નિમિત્તે 500 જેટલી બોટલ બ્લડ ડોનેટ કરાવી જરૂિયાતમંદોને બ્લડ મળી રહે તેના માટે કાર્યકમ રાખવામાં આવ્યો હતો ત્યારે દિયોદર પોલિસ સ્ટેશનમાં ફરજ બજવતા કિરણભાઈ સુથાર દિયોદર આવતાની સાથેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પણ સુમેળ ભર્યા સબંધ રાખી ગ્રામીણ વિ્તારો હોય કે સહેરી વિસ્તાર હોય હાલમાં તમામ બુટેગરોમાં ફ્ફડાટ ફેલાયો છે
આવતાંની સાથે જ અનેક જગ્યાએ રેડ કરી દારૂના અડાઓ ઉપર લગામ લાવી દીધી છે ખુબજ ઉમદા સ્વભાવ રાખી વ્યક્તિગત સ્થાનિક લોકો સાથે સંકળયેલા રહી સતત એક્ટિવ રહીને કોઈપણ ગુન્હાઓ નાં બને તેવી સતત વિસ્તારમાં ફરીને પેટ્રોલિંગ કરી રહ્યા છે દિયોદરમાં કાયદો અને વ્યવસ્થા કઈ રીતે સચવાય તેના સતત પ્રયાસો કરતા પીએસઆઇ કિરણભાઈ સુથારની કામગીરી પણ લોકો વખાણી રહ્યા છે
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


