— બનાસકાંઠાની અલગ અલગ સંસાથોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના સનાતન વૈદિક હિન્દુઓ આ આવેદનપત્રથી માંગણી કરીએ છીએ કે , ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપીમાં શતાબ્દીઓથી વિધર્મીઓ દ્વારા છુપાવી રાખવામાં આવેલ જયોર્તિલિંગ કે જે હવે ન્યાયાલય દ્વારા થયેલ સંશોધન અંતર્ગત પ્રકાશમાં આવ્યું છે.
સનાતન ધર્મમાં ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે દર્શન – પૂજન – રાગ – ભોગ કરવાનો નિયમ હોય છે , જે અંતર્ગત આદિ વિશ્વેશ્વર જયોતિર્લિંગનું પૂજન -રાગ-ભોગ અત્યંત અનિવાર્ય છે, જેને રોકી ન શકાય.વારાણસી ધાર્મિક વિસ્તાર જયોતિષપીઠના અધિકાર ક્ષેત્રમાં આવે છે જેથી પૂજન માટે સનાતન ધર્મના સર્વોચ્ચ આચાર્ય જયોતિષપીઠાધિશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે પોતાના શિષ્ય પ્રતિનિધિ સ્વામીશ્રી અવિમુકતેશ્વરાનન્દ સરસ્વતીજી મહારાજ ને આદિ વિશ્વેશ્વર જયોતિલિંગનું પૂજન કરવા સૂચના આપતાં
સ્વામિશ્રી દ્વારા વિશ્વેશ્વર જયોતિર્લિંગના પૂજન માટે તા. ૦૪ જુનના શનિવારે શ્રીવિદ્યા મઠ , વારાણસીથી સવારે ૯.૦૦ કલાકે જ્ઞાનવાપી સ્થિત આદિવિશ્વેશ્વર જયોતિર્લિંગના પૂજન માટે પ્રસ્થાન કરેલું ત્યારે મઠના દરવાજા પર જ પોલિસ અધિકારીઓ દ્વારા સ્વામીશ્રી ને રોકી દેવામાં આવ્યા છે .
સ્વામીશ્રી એ પૂજન કરવા જવા દેવા અનુરોધ કર્યો અને કહ્યું કે કોઇ એકપણ વ્યકિત દ્વારા જ ભલે જ પૂજા કરવામાં આવે પરંતુ શિવલિંગ અપૂજય ન રહેવું જોઇએ . શાંતિપૂર્ણ માહોલમાં કોઇ જ હથિયાર વગર અને કાયદાને હાથમાં લિધા વગર પૂજન માટે જતાં સ્વામીશ્રીને રોકવામાં આવ્યા . જેથી સ્વામીશ્રીઃ અન્નજળનો ત્યાગ કરી અનશન પર બેઠેલા છે
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર