— ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભરવા ગયાં :
ગરવી તાકાત મહેસાણા : 24 વિધાનસભા કડી ના ઉમેદવાર એડવોકેટ પ્રવિણ પરમાર આજે રેલી સ્વરૂપે સેવાસદન ખાતે પહોંચીને પોતાનું
ઉમેદવારીપત્ર નોંધાવ્યુ હતું 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યુંં છે અને અલગ અલગ પક્ષો દ્વારા મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે કડીના ઉમેદવારે આજે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું
ઉમેદવારીપત્ર નોંધાવ્યુ હતું 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યુંં છે અને અલગ અલગ પક્ષો દ્વારા મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે કડીના ઉમેદવારે આજે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતુંકોન્ગ્રેસ દ્વારા કડીના જુની મામલતદાર કચેરી ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જાહેર સભા પત્યા બાદ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે કડીના અલગ અલગ રાજમાર્ગો ઉપર ફરીને કડીના કરણનગર રોડ ઉપર આવેલ સેવા સદન ખાતે પ્રાંત કચેરી માં પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું હતું કડી તાલુકાના કણજરી ગામના વતની એડવોકેટ પ્રવીણ પરમારે પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચીને પોતાનું ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી જેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
— કડીમાં કોંગ્રેસની જાહેરસભામાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું કે પ્રવીણભાઈ પરમાર 8 હજાર મતે ચૂંટણીમાં ના જીતે તો રાજકારણ છોડી દઈશ :
— બળદેવજી ઠાકોરે ભાજપને આડેહાથ લીધી :
— ઘરડો માણસ થાય એટલે પાંજરાપોળે મૂકવાનું કામ ભાજપ કરે છે:બળદેવજી ઠાકોર :
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યુંં છે અને અલગ અલગ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે
ત્યારે આજે કડીમાં કૉંગ્રેસ દ્વારા પ્રચારની શરુઆત કરી દેવામાં આવી હતી જેમાં કડીના તીનબત્તી જુની મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર તેમજ વિવિધ કાર્યકર્તાઓ આ જાહેરસભામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી
ત્યારે આજે કડીમાં કૉંગ્રેસ દ્વારા પ્રચારની શરુઆત કરી દેવામાં આવી હતી જેમાં કડીના તીનબત્તી જુની મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર તેમજ વિવિધ કાર્યકર્તાઓ આ જાહેરસભામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતીકડીમાં કોન્ગ્રેસ દ્વારા પ્રચાર પ્રસારની ચૂંટણીને લઇને શરુઆત કરી દેવામાં આવી હતી જેમાં આજે કડીના જુની મામલતદાર ખાતે કોંગ્રેસની જાહેરસભા યોજાઈ હતી જેમાં કલોલનાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર આકરા પાણીએ જોવા મળ્યાં હતાં અને પોતાની આગવી છટામાં જાહેર સભાને સંબોધી હતી અને બળદેવજી ઠાકોરે જણાવ્યુ હતુ કે કડીમાં કોન્ગ્રેસના ઉમેદવાર એડવોકેટ પ્રવિણ પરમાર 8 હજાર મતે જીતી ગયા નહીં તો હું મારું રાજકારણ છોડી દેવાની તૈયારી બતાવી હતી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઘરડો માણસ થાય એટલે અવાજવાળા તેને પાંજરાપોળે મૂકી આવે છે અને બળદેવજીએ કહ્યુ હતુ કે આજે તમે કડી માનવતા કડીમાં પથ્થરમારો થવાનો છે એટલા માટે જ હું આવ્યો છું મને ચિંતા તો આપણા વાળાની હોય છે આપણા સામે આવે ત્યારે લડવાની મજા નહીં આવતી અને જ્યારે જો બીજો આપણી સામે લડવા માટે આવે તો ભુક્કા બોલાવી દઈએ જેઓ આગવી છટામાં પોતાનું ઉદબોધન બળદેવજી ઠાકોરે કર્યું હતું
— કડી અને છત્રાલ જીઆઇડીસી કોન્ગ્રેસના શાસનમાં થઈ છે: બળદેવજી ઠાકોર
કડી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ પ્રવિણ પરમારની જાહેરાત કૉન્ગ્રેસ દ્વારા કરી દેવામાં આવી છે જેમાં આજે કોંગ્રેસ દ્વારા પ્રચારની શરુઆત કરી દેવામાં આવી હતી અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બળદેવજી ઠાકોરે પોતાની આગવી છટામાં ભાજપને આડે હાથ લેતા કહ્યું હતું કે કડી અને છત્રાલ જીઆઈડીસી ભાજપ દ્વારા ઊભી કરવામાં નથી આવી તે જીઆઇડીસી કૉન્ગ્રેસના શાસનમાં થઈ છે તે જીઆઈડીસીમાં કારખાના બંધ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી માં થયું છે
કડીમાં આ મેદાનમાં બહુ જાહેર સભાઓ કરી છે અને બહુ લડાઈ લડી છે મહેરબાની કરીને કહું છું કે હવે અમને ચૂંટણી શાંતિથી લડવા દો જેવું સંબોધન બળદેવજી ઠાકોરે આજે કડીની કૉન્ગ્રેસની જાહેર સભામાં સંબોધન કર્યું હતું કૉન્ગ્રેસની જાહેર સભામાં કૉન્ગ્રેસના ઉમેદવાર પ્રવીણ પરમાર તેમજ વિવિધ હોદ્દેદારો કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


