ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે દેલવાડાથી લાંબડીયા રોડ પરથી એક કારમાંથી રૂ. 15 લાખથી વધુનો 31.550 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી પોશીના પોલીસ સ્ટેશનના PI ડી.એન. સાધુએ જણાવ્યું કે, પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં ત્યારે દીપકકુમારને બાતમી મળી.

બાતમી મુજબ, એક હોન્ડા અમેઝ ગાડી (રજી.નં. GJ 02 BH 7066) દેલવાડાથી હડાદ તરફ જઈ રહી અને તેમાં શંકાસ્પદ માદક પદાર્થ ભરેલો આ બાતમીના આધારે પોલીસે દેલવાડાથી લાંબડીયા રોડ પર વોચ ગોઠવી બાતમીવાળી ગાડી આવતા તેને રોકવામાં આવી અને તપાસ કરતા તેમાંથી 31.550 કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો જેની કિંમત રૂ. 15,77,500 આંકવામાં આવી.
![]()
પોલીસે ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000), હોન્ડા અમેઝ કાર (કિંમત રૂ. 3,00,000) અને રોકડ રૂ. 210 સહિત કુલ રૂ. 18,92,710 નો મુદ્દામાલ જપ્ત કર્યો પકડાયેલા આરોપીની ઓળખ રીતેશ રસિકલાલ વ્યાસ (ઉં.વ. 48, રહે. ગોખરવા, તા. ચાણસ્મા, જિ. પાટણ) તરીકે થઈ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


