મહેસાણાના જગુદણ નજીકથી પોલીસે વિદેશી શરાબનો જથ્થોે ઝડપ્યોં

March 19, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા નજીક જગુદણ પુનાસણ રોડ પર લક્ષ્મીપુરા વાસમાં પાર્ક કરેલી એક કારમાંથી મહેસાણા તાલુકા પોલીસે બાતમીના આધારે તલાશી લેતાં તેમાંથી રૂા. ૩૧ હજારનો વિદેશી દારૂ તેમજ કારમળી કુલ રૂા. ૨.૮૧ લાખનો મુદ્દામાલ મળી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બુટલેગર ઘટના સ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા ડો. પાર્થ રાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.આઇ આર.એલ. પારઘીની સૂચનાથી પીએસઆઇ એમ.બી.વાઘેલા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે વિમલભાઇ, દિનેશગીરીએ જગુદણથી પુનાસણ જતાં રોડ પર લક્ષ્મીપુરા ઠાકોરવાસમાં જીજે૨બીપી-૩૯૭૩ નંબરની કારમાંથી ૩૧,૧૦૦ રૂપિયાની વિદેશી શરાબની બોટલનો જથ્થો ઝડપી લીધો હતો.

જ્યારે કારમાંથી ઠાકોર વિશાલ રૂપસિંહ જગુદણવાળો શખ્સ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળ પરથી દારૂ તેમજ કાર મળી કુલ રૂા. ૨.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે. આ વિદેશી દારૂનો જથ્થો પકડવામાં તાલુકા પીએસઆઇ એમ.બી.વાઘેલા, રમેશજી, વિમલકુમાર, દિનેશગીરી, પાર્થકુમાર તથા કલ્પેશસિંહે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0