ગરવી તાકાત બનાસકાંઠા : રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી 80 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો ચોખાની આડમાં ગુજરાતમાં લઈ જવાઈ રહેલા 1005 પેટી દારૂ સાથે એક ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી પોલીસ માવલ ચોકી પર નિયમિત વાહન ચેકિંગ કરી રહી તે દરમિયાન પંજાબ પાસિંગનું એક ટ્રેલર આવતા શંકાના આધારે તેને રોકવામાં આવ્યું તપાસ કરતાં ટ્રેલરમાં ચોખાના કટ્ટા ભરેલા હતા.
ચોખાના કટ્ટા હટાવતા તેની નીચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો ટ્રક ચાલક પાસે દારૂ ગુજરાતમાં લઈ જવા માટે કોઈ પરવાનો ન હોવાથી પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે ટ્રકમાં ભરેલી 1005 પેટી વિદેશી દારૂ કબજે કર્યો જપ્ત કરાયેલા દારૂની કિંમત આશરે 80 લાખ રૂપિયા આંકવામાં આવી.
પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી ચાલક અને દારૂની હેરાફેરીમાં સામેલ અન્ય ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ માવલ પોલીસે દારૂ ભરેલો એક ટ્રક પકડ્યો.