— જુગાર ધામ ઉપર થી 4 જુગારી ને રંગે હાથે ઝડપ્યા અને 2 ઇસમો નાસી છૂટયા કુલ કિંમત 3,12,270 /- રૂપિયા ના મુદ્દામાલ જપ્ત કર્યો :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા ના ઉંટવા ગામે ચેરમેન ના ગોડાઉન તરીકે ગોડાઉનના નજીક રસ્તા ની બાજુમાં આવેલ ખુલ્લા ખેતરમાં ધમધમતા જુગારધામ ઉપર કડી પોલિસ ના દરોડા ત્યારે કડી પોલિસ સ્ટેશન ના કર્મચારીઓ પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉંટવા સીમ ચેરમેનના ગોડાઉન તરિકે ઓળખાતા ગોડાઉનની નજીકમાં જવાની રસ્તા ઉપર ખુલ્લા ખેતરમાં કેટલાંક ઈસમો પોતાના આર્થિક ફાયદા અનુસાર ભેગા મળી ને હાર જીતનો જૂગાર રમી રહ્યા હતા.
જે બાતમી ના આધારે તપાસ કરતા હકીકત વાળી જગ્યા ઉપર અમુક ઈસમો ગોળ ટોળું ભેગું કરીને ને જૂગાર રમી રહ્યા હતા.અને તેમને પોલીસ ના કર્મચારીઓ દ્ધારા કોર્ટન કરી ને 4 ઈસમો ને ઝડપી પાડવામાં આવ્યા અને 2 ઈસમો નાસી છૂટયા હતા.
આ ચાલી રહેલ જુગારધામ ઉપર પકડાયેલ ઇસમો પાસે થી રોકડ રકમ 64,270/- તથા દાવ ઉપરથી રોકડ રકમ રૂપિયા 12,000/- મળી કુલ રોકડ રકમ 76,270/- કિંમત મોબાઇલ નંગ -7 કિંમત 31,000/- વાહન નંગ 9 કિંમત રૂપિયા 2,05,000/- મળી કુલ મુદ્દામાલ 3,12,270/- કિંમત સાથે ઝપ્ત કરવામાં આવ્યો હતો.
અને જુગાર ધામ ઉપર થી કુલ 6 ઈસમો સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો જેમાં 4 ઈસમો ઝડપી પાડયા હતા અને 2 ઈસમો ભાગી ગયા હતા તેમની સામે પણ ગુન્હો નોંધી ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.પોલીસ દ્વારા આગળ ની તપાસ હાથ ધરી ને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
— જુગારધામ ઉપર રમતા ઈસમો ના નામ :- (1)રાજુભાઇ કાંતિભાઈ ભીલ રહે કુંડાળ – (2) પંકજભાઇ ખેમાંભાઈ મકવાણા રહે માથાસુર – (3) દિલીપભાઈ રણછોડભાઈ પટેલ રહે સુજાતપુરા – (4) ચિરાગ અરવિંદભાઇ પટેલ રહે માથાસુર – (5) રાકેશ નટવરભાઇ પટેલ રહે ખાવડ (નાસી ભાગેલ ઇસમ) – (6) મોબાઇલ તથા વાહન મૂકી નાસી ભાગી ગયેલ ઈસમ
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી