કડી તાલુકામાં ONGC વેલ પરથી ઓઇલની તસ્કરી કરતા 5 શખ્સોને પોલીસે 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચ્યા

February 22, 2022

— કડી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી ONGC વેલ ઉપર થયેલ ઓઇલ ચોરીનું ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ફુલ રૂ.5,15,900/- મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ઝડપી પાડયા

ગરવી તાકાત મેહસાણા: કડી તાલુકાની વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ અનેકવાર નાના-મોટા ચોરીના બનાવ બનતા હોય છે ક્યારે પડી તાલુકાની હદ વિસ્તારમાં ONGC વેલ ઉપર થયેલ ઓઇલ ચોરી એ બાબતે ગુનો દાખલ થયો હતો તેની તપાસના આધારે મહેસાણા જિલ્લાના ડો. પાર્થસિંહ ગોહિલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ આ ગુનો શોધી કાઢવા મહેસાણા એસ.ઓ.જી અને એ. એચ. ટી. યુ પોલીસને સૂચના કરેલ તેના અનુસંધાને આ બંને ટીમો ગુનાવાળી જગ્યાના ની વિઝીટ કરી આજુબાજુ વિસ્તારના સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સ થી  આવા પ્રકારની એમ. ઓ થી ચોરી કરનાર ઉપર સતત વોચ રાખી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
તે દરમ્યાન બંને ટીમો સાથે તપાસ માં હતા તે દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સ થી ખાનગી રાહે બાતમી મળેલ અને બને ટીમો બાતમી મળેલ હકિકત આધારે શકમંદ ઇસમોની વોચમાં હતા તે દરમિયાન આ ઈસમો નંદાસણ ખાતે હોવાની હકીકતને આધારે ઇસમોને પિકઅપ ડાલા નં GJ 27 TT 5280 આ લોકોને ગુન્હા બાબતે  પૂછપરછ કરતા તે ઈસમોએ ગુન્હા ની  કબૂલાત કરેલ હોય જેથી ચોરી કરનાર તેમજ મુદ્દામાલ વેચાણ લેનાર ઇસમોને આજરોજ ગુન્હા ના  કામે અટકાયત કરી નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

— પકડાયેલા આરોપીના નામ: 

1. પઠાણ સલીમ ખાન ઉર્ફે તોતો રહે. મંડાલી

2. જાવરાલાલા ( છેપા) મુસલમાન આસીમ રહે. જમાલપુર, અમદાવાદ

3. શેખ મુજમમિલ રહે, જુહાપુરા અમદાવાદ

4. ઠાકોર અમરતજી ઉર્ફે ગેજો રહે. સુરજ તા. જોટાણા

5. મેમણ આમિર રહે. ગ્યાસપુર , અમદાવાદ

તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0