લક્ષ્મીપુરા ગામના એક પરિવારના 5 સભ્યો સામે બે રાજ્યોની મતદાર યાદીમાં નામ ધરાવવા અને ચૂંટણી તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ પોલીસે ગુનો નોંધ્યો

February 24, 2026

ગરવી તાકાત પાટણ : સરસ્વતી તાલુકાના લક્ષ્મીપુરા (વદાણી) ગામના એક જ પરિવારના પાંચ સભ્યો સામે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની મતદાર યાદીમાં નામ ધરાવવા અને ચૂંટણી તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ વાગડોદ પોલીસે ગુનો નોંધ્યો આ શખ્સો પર ડુપ્લીકેટ સહીઓ કરી ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો પણ આરોપ આ ગેરરીતિ લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાના શિક્ષક અને BLO રમેશભાઈ ખોડીદાસ પટેલ દ્વારા નવેમ્બર 2025માં મતદાર યાદી સુધારણા અંતર્ગત SIR (ગણતરી) ફોર્મ ભરવાની કામગીરી દરમિયાન સામે આવી.

રમેશભાઈની ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડી અને ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી ફરિયાદ મુજબ, લક્ષ્મીપુરા (વદાણી) ગામના ઐયુબભાઈ ઇબ્રાહીમભાઈ મલપરા, અપસાબેન ઇકબાલભાઈ મલપરા, આરીફભાઈ ઇબ્રાહીમભાઈ મલપરા, મૈસરાબેન જુનેદભાઈ મલપરા અને જુનેદભાઈ ઇકબાલભાઈ મલપરાના ઘરે ફોર્મ આપવામાં આવ્યા આ ફોર્મ BLO એપ પર ઓનલાઈન સબમિટ કર્યા બાદ મામલતદાર કચેરીની તપાસમાં જાણવા મળ્યું કે આ પાંચેય વ્યક્તિઓ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્યોમાં ચૂંટણી કાર્ડ ધરાવે.

વધુ તપાસમાં મામલતદાર કચેરીને જણાયું કે આરોપીઓએ SIR ફોર્મમાં કરેલી સહીઓ અને પોલીસ તપાસ દરમિયાન લેવાયેલા નિવેદનોની સહીઓમાં ભારે વિસંગતતા ચૂંટણી તંત્રને છેતરવા માટે ગુનાહિત કાવતરું રચી ખોટા દસ્તાવેજોને સાચા તરીકે બતાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારના આદેશ બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી વાગડોદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 336(2), 336(3), 61(2) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 31 હેઠળ ગુનો નોંધી પીએસઆઈ તાપસિંહ બોડાણાએ વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0