ગરવી તાકાત મોડાસા : મોડાસાના સાગાના મુવાડા કઉંમાં મહિલાના ચાંદીના દાગીના ધોઈને ચકાચક કરી આપવાની વાત કરીને મહિલાના 45હજારના 250 ગ્રામના ચાંદીના કડલાં લઈને ભાગી છૂટેલા બિહારી ગેંગના વધુ બે આરોપીઓને રૂરલ પોલીસે ઝડપી પાડ્યા સમગ્ર ઘટનામાં અગાઉ એક પકડાયો સાગાના મુવાડામાં રવિવારે બે શખ્સો દાગીના ધોઈને ચકાચક કરી આપવાનું કહેતા.
![]()
બશીરાબેન ગુલાબભાઈ વણઝારાએ ચાંદીના કડલા ધોવા આપ્યા દરમિયાન ગઠીયાઓએ કેમિકલ જેવો પદાર્થ નાખતા કડલાં કાળા થઈ ગયા મહિલાએ 250 ગ્રામ ચાંદીના 45હજારના કડલાં લઈને ગઠિયો ગૌરવ મંડલ અને તેની સાથેનો દિલ ખુશ ઉર્ફે સતન્ન પંડિત ભાગી છૂટ્યા મહિલાના પતિ ગુલાબભાઈ વણઝારાએ જીતેન્દ્ર કિશન દેવ પંડિતને ઝડપી લીધો.
![]()
આ મામલે મહિલાના પુત્રે ફરિયાદ નોંધાવતા જીતેન્દ્ર કિશન દેવ પંડિત રહે. કપસિયા જિ. માધીપુર બિહાર હાલ રહે. ગોધરા રેલવે સ્ટેશન ખારી ફળી, ગૌરવકુમાર માધોરાય મંડલ રહે. અજમાબાગ જિ.ભાગલપુર બિહાર હાલ રહે ગોધરા રેલવે સ્ટેશન ખારીફળી અને દિલખુશ ઉર્ફે સતન્ન કુમાર કિશન દેવ પંડિત રહે. કપસિયા તા.રતવાડા જિ. માધુપુર બિહાર હાલ રહે. ગોધરા રેલવે સ્ટેશન ખારીફળીને પકડી લીધો.


