ખેડબ્રહ્માના દેરોલ ગામમાં પશુ ચરાવવા બાબતે થયેલા હુમલાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી…

February 17, 2026

ગરવી તાકાત ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માના દેરોલ ગામમાં પશુ ચરાવવા બાબતે થયેલા હુમલાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આ ઘટનામાં પતિ-પત્ની ઘાયલ થયા જે બાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પ્રાપ્ત માહિતી અનુસાર, દેરોલ ગામની સીમમાં એક રબારી પરિવાર પોતાના ઘેટા ચરાવી રહ્યો તે સમયે અન્ય રબારી સમુદાયના લોકો આવ્યા અને ઢોર ચરાવવા બાબતે બોલાચાલી થઈ બોલાચાલી ઉગ્ર બનતા મહિલા પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો.

Khedbrahma Mother Files Complaint Against Son; Arrested Under Prohibition  Act

આરોપી લાલભાઈના હાથમાં લોખંડની કુહાડી તેમણે ચંપાબેનને મારવાનો પ્રયાસ કર્યો, ત્યારે ચંપાબેને પોતાનો હાથ વચ્ચે લાવતા કુહાડી માથાના વચ્ચેના ભાગે વાગી અને ચહેરાના ડાબા ગાલ પર ઘસરકો થયો ચંપાબેનની બૂમો સાંભળીને જેપાભાઈ ત્યાં દોડી આવતા લાલભાઈએ કુહાડીના હાથાથી તેમને મૂઢ માર માર્યો આ ઉપરાંત, હુરાજીએ લાકડી વડે જેપાભાઈને પીઠ અને પગના સાથળના ભાગે માર માર્યો.

Khedbrahma Couple Axe Attack: Two Arrested in Derol Village Dispute

હુમલાખોરો જતા-જતા “હવે પછી તમને મારીને ટુકડા કરી નાખીશું” તેવી ધમકી પણ આપી હુમલા બાદ જેપાભાઈએ 108 એમ્બ્યુલન્સ દ્વારા ચંપાબેનને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા જેપાભાઈએ લાલભાઈ રબારી અને હુરાજી રબારી વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે ખેડબ્રહ્મા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓની અટકાયત કરી પોલીસ તેમને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0