ગરવી તાકાત મહેસાણા : મહેસાણામાં રોજિંદી મુસાફરી દરમિયાન પરિચયમાં આવેલા સિદ્ધપુરના ઇકોચાલક રાકેશ ઉર્ફે રાજુ મથુરજી ઠાકોરએ 35 વર્ષીય મહિલા સાથે મિત્રતા કેળવી તેનો ગેરલાભ ઉઠાવ્યો આરોપીએ મહિલાના અંગત પળોના ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને 3 લાખ રોકડા અને 50,000ની કિંમતની બે સોનાની વીંટી પડાવી લીધી તે ઉપરાંત મહિલાને કારમાં બેસાડી વારંવાર મારામારી કરી તેનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. મહેસાણા શહેરમાં રહેતી મહિલાને એક ગામથી બીજા ગામ જવા-આવવા માટે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડતી જેમાં સિદ્ધપુરના ડેથલી ગામે ડાયમંડ સોસાયટીમાં રહેતા એક ઈકોચાલક રાકેશ ઉર્ફે રાજુ મથુરજી ઠાકોર સાથે સંપર્ક થયો.

બન્ને વચ્ચેના પરિચયમાં મિત્રતા બંધાઈ જે બાદ ઇકોચાલકે મહિલાનો લાભ ઉઠાવી તેની સાથે મારામારી કરી એ બાદ પણ ઇકોચાલકે મહિલાને કારમાં બેસાડી ઉંજા કામલી રોડ પર લઈ જઈને મારામારી કરી આટલેથી ના અટકતા તેણે આ હરક્ત ચાલુ રાખી ફરી 5 દિવસ બાદ મહિલાને ઇકોમાં બેસાડી મારમારી કરી અપશબ્દો બોલી તેનો મોબાઈલ ફોન તોડી નાખ્યો અને કારમાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યુ જ્યારે આ દુષ્કર્મની ઘટનામાં રાકેશ ઉર્ફે રાજુની ભાવસંગ અનારજી વાઘેલા રહે. નાનીદાઉ વાળાએ ઇકો ચાલકની મદદગારી કરી હોવાના આરોપ લગાવવામાં આવ્યા.

ત્યારે પોલીસે રાકેશ ઉર્ફે રાજુ મથુરજી ઠાકોર અને તેના સાગરીત ભાવસંગ અનારજી વાઘેલા નામના બન્ને નરાધમો સામે ગુનો નોંધી તપાસ કરી પોલીસ તપાસ દરમિયાન આ ગુનાના મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે રાજુ મથુરજી ઠાકોરની અટકાયત કરી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા જ્યારે સાગરીત ભાવસંગ વાઘેલા ફરાર હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી. મળતી માહિતી મુજબ ઝડપાયેલા આરોપી એ આ ફરિયાદી સિવાય પણ અન્ય કેટલીક મહિલાઓને ભોગ બનાવી જોકે ફરિયાદી કોઈ કારણોસર ફરિયાદ કરવા ન આવતા હોવાથી એ-ડિવિઝન પોલીસે આવા તમામ ભોગ બનનાર લોકોને તેમની સલામતી સાથે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા જાગૃત બની ફરિયાદ કરવા અનુરોધ કર્યો.


