ગરવી તાકાત સાબરકાંઠા : ઈડર તાલુકા વિકાસ અધિકારી (TDO)ના ખોટા સહી-સિક્કા કરીને બનાવટી જાતિ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હોવાની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ આ બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરાયો હોવાનું પણ સામે આવ્યું તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હિતેશકુમાર ડાયાભાઈ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી.

ફરિયાદ મુજબ, ઈડર તાલુકાના જાલિયા ગામના ભીખાભાઈ વિહાભાઈ ચેનવાના નામે એક જાતિ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું અને તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો ઈડર મામલતદાર દ્વારા આ જાતિ પ્રમાણપત્રની પ્રાથમિક તપાસ કરવામાં આવી તપાસમાં જાણવા મળ્યું કે આ પ્રમાણપત્ર ખોટું.

અને તેમાં TDOના સહી-સિક્કા નકલી વધુ તપાસમાં ઈડર તાલુકાના ચડાસણા ગામના કિરણભાઈ ડાયાભાઈ પરમારે આ બનાવટી પ્રમાણપત્ર બનાવ્યું હોવાનું સામે આવ્યું આથી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ કિરણભાઈ પરમાર વિરુદ્ધ ઈડર પોલીસમાં નામજોગ ફરિયાદ નોંધાવી ઈડર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી.


