ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુરમાં એક પરિણીત મહિલાની છેડતી અને મારપીટનો બનાવ સામે આવ્યો આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ મામલે ભોગ બનનાર મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે ઝહીર પોલાદી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

બનાવની વિગતો અનુસાર, સિદ્ધપુરમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા ગત 7 ફેબ્રુઆરીએ રાજપુર ટેલિફોન એક્સચેન્જ રોડ પરથી પસાર થઈ રહી તે સમયે ઝહીર પોલાદીએ મહિલા સામે એકીટસે જોઈ હાથ અને મોઢાથી ઈશારા કર્યા. ત્યારબાદ આરોપીએ મહિલાને પોતાની ગાડીમાં બેસાડી કોટના પીર તરફ લઈ ગયો ત્યાં પહોંચ્યા બાદ ઝહીરે મહિલાનો હાથ પકડી તેની સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું મહિલાએ વિરોધ કરતા.

અને ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ તેને ગડદાપાટુનો માર માર્યો. આરોપીએ મહિલાને આ ઘટના અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ બનાવ બાદ મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે પહોંચી સમગ્ર આપવીતી જણાવતા પોલીસે ગુનો દાખલ કર્યો આ કેસની વધુ તપાસ સિદ્ધપુર પોલીસના પીએસઆઈ જે.આર. શુક્લા ચલાવી રહ્યા.


