2 લાખનું દહેજ માંગનાર 6 સાસરિયાં સામે પોલીસ ફરિયાદ

March 12, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના નાગલપુરમાં રહેતી પરિણીતાને રૂ.2 લાખ દહેજની માંગી પહેરે કપડે કાઢી મૂકી હોવાની ફરિયાદ પતિ સહિત 6 સાસરિયાં સામે નોંધાવી છે. શહેરના હૈદરીચોકના આડુવાસમાં રહેતાં મુસ્કાનબાનુનાં લગ્ન નાગલપુરના મેમણવાસમાં રહેતા ઇરફાનખાન પઠાણ સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ અને સાસરિયાં દ્વારા ત્રાસ આપવાનું શરૂ થયું હતું.

ગત 21 ફેબ્રુઆરીના રોજ પતિએ રૂ.2 લાખના દહેજની માંગણી કરી હતી, જે ના સંતોષાતાં સાસરિયાંએ તેણીને પહેરે કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. બીજી બાજુ સમાજના આગેવાનો દ્વારા સમાધાન ન થતાં આખરે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ ઇરફાનખાન મહેબુબખાન પઠાણ, જેઠ ઇમરાનખાન મહેબુબખાન, જેઠાણી સોફિયાબાનુ ઇમરાનખાન, સાસુ કુલસુમબીબી, કાકા સસરા મહંમદહનીફ નીવાસખાન પઠાણ અને કાકી સાસુ મંદિનાબીબી સામે ફરિયાદ નોંધાવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0