જોટાણા ના રણછોડ પુરા ભટાસણ ગામે બે પાડોશીઓ મારામારી ના બનાવ માં 4 સામે પોલીસ ફરીયાદ

June 2, 2022

ગરવી તાકાત મહેસાણા : જોટાણા ના રણછોડપુરા ભટાસણ ગામે લગ્ન ના સમયે ગરબા જોવા આવવા ની ના પાડતા તેની અદાવત રાખીને મારમારી કરતા 4 જણા સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે પોલીસે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ અંગેની પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ ભટાસણ ગામે લગ્ન માં રાખેલા ગરબા જોવાનું ના પાડોશી સોનુમીયા તેમજ કાલુમીયા ને ના પાડતા તેની અદાવત રાખીને લગ્ન ના કાર્યક્રમ ના બે દિવસ બાદ જુગાજી ચેહરજી ઠાકોર નો દીકરો જયેશજી ઠાકોર બપોરના નોકરી થી પીક અપ ડાલું લઈને આવતા તેને રસ્તા વચ્ચે રોકીને બોલાચાલી કરી ગાળો બોલી મારામારી કરતા

તેને લઈને પાડોશીઓ કાલુમીયા યાસીન મીયા સૈયદ તેમજ સોનુમીયા નૂરમીયા સૈયદ તેમજ સાહેબમિયા નૂરમીયા સૈયદ તેમજ અસપાક મીયા મકબુલ મીયા સૈયદ ને અગાઉ ઝગડા નો સમાધાન થયો છે પછી કેમ ઝગડો કરો છો તેવું કહેતા જુગાજી ઘેર પાસે આવી મારામારી કરતા જુગાજી ના દીકરા ની વહુ તેમજ જુગાજી ને હાથે પગે ધોકા પાઇપો થી માર મારી ઇજા પોહચાડતા 4 સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0