4.90 કરોડની છેતરપિંડીનો માસ્ટર માઇન્ડર પીન્ટું ડબ્બા ટ્રેડીંગનું નેટવર્કમાં મહાભારતના પાંડવોના નામનો કોડવર્ડનો ઉપયોગ કરતો હોવાનો ખુલાસો
વિસનગર તથા વડનગર ખાતે વિશ્વાસ સ્ટોક માર્કેટ પ્રા.લીમી થતા દેવકી સ્ટોક પ્રા.લીમી નામની શેર બજારની ઓફિસો બનાવી ગ્રાહકોને જાસામાં ફસાવતાં હતા
Sohan Thakor – મહેસાણા તા. 08 – વિસનગર વડનગરમાં ચાલતાં ડબ્બા ટ્રેડીંગના કિંગ પિન્ટુ ઉર્ફે હિમાંશુ ભાવસાર તેમજ ખેરાલુ પોલીસ મથકે નોંધાયેલી 4.90 કરોડની છેતરપિંડીના માસ્ટર માઇન્ડર પર મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાળિયો કસ્યોં છે. ડબ્બા ટ્રેડીંગનો ધંધા થકી અલક અલક શેર માર્કેટમાં ગ્રાહકો સાથે છેતરપિંડી અને ડબ્બા ટ્રેડીંગ ચલાવતા મસમોટા નેટવર્કના માસ્ટર માઇન્ડને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી એલસીબીોએ પાંચ દિવસના રીમાન્ડ મેળવ્યાં હતા. ત્યારે રીમાન્ડ દરમિયાન પિન્ટુ ઉર્ફે કેવી રીતે મહાભારતના પાંડવોના પાત્રોના નામ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ જેવા નામ તેના માણસો ધારણ કરી ડબ્બા ટ્રેડીંગ થકી ગ્રાહકોને ભરમાવી છેતરપિંડી કરતો હતો તેનો ખુલાસો કર્યો હતો.

કેરળ ખાતે રહેતા વૃદ્ધને ફોન કરી વિશ્વાસ કેળવી અલગ અલગ સ્ટોક માર્કેટની કંપની બતાવી સેર બજારમાં કુલ 4.90 કરોડ રૂપિયા નું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ આરોપીઓ ડમી સિમ વાપરી ગ્રાહકો સાથે અવારનવાર સેર માર્કેટમાં નાણા રોકાણ કરી ઉંચી રકમ મેળવવાની લાલચ આપી પૈસા રોકાણ કરાવ્યા બાદ ફોન બંધ કરી દેતા હતા. સમગ્ર મામલે કેરળ ખાતે રહેતા વૃદ્ધ ખેરાલુ પોલીસમાં 17 જાન્યુઆરી 2023ના રોજ અગિયાર શખ્સ સામે કલમ 406,420,419,120 (બી) થતા આઈ.ટી એકટ કલમ 66(ડી) મુજબ ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસે અગાઉ આ કેસમાં 9 લોકોને ઝડપી લીધા હતા.ત્યારબાદ સમગ્ર કેસના મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફ પિન્ટુ ભાવસાર ને ઝડપી લીધા બાદ તપાસ માં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
સમગ્ર કંપનીના મુખ્ય માલિક તરીકે હિમાંશુ ઉર્ફ પિન્ટુ ભાવસાર કરતો અને તેની નીચે વિસનગર તથા વડનગર ખાતે વિશ્વાસ સ્ટોક માર્કેટ પ્રા.લીમી થતા દેવકી સ્ટોક પ્રા.લીમી નામની શેર બજારની ઓફિસો બનાવી તેનું સંચાલન પટેલ હિમાંશુ રશિકભાઈ સહિતની ટીમ કરતી હતી. પિન્ટુ ભાવસાર અને તેની ટીમ ગ્રાહકો સાથે ઠગાઈ કરતા જેમાં સૌ પ્રથમ યુધિષ્ઠિર નામ ધારણ કરી એક શખ્સ ગ્રાહક સાથે વાતચીત કરે અને ત્યારબાદ ગ્રાહક રસ ધરાવે તો કોલ અર્જુન નામ ધારણ કરેલા શખ્સ પાસે મોકલવામાં આવતો અને અર્જુન ગ્રાહકો સાથે વાતચીત કરી શેર બજારમાં રોકાણ કરવા માટે સમજણ આપતો,ત્યારબાદ ગ્રાહક ને નાણા રોકાણ કરવા માટે ભીમ નામ ધારણ કરેલ અન્ય શખ્સ નકલી ગ્રાહક બની પૈસા રોકાણ કરવા વિશ્વાસ જીતતો ત્યારબાદ સહદેવ નામ વાળો વ્યક્તિ ગ્રાહકોને શેર બજારમાં નાણા નુકસાન અંગે સમજણ અને રોકાણ કરાવવા માટે ડિલ ફાઇનલ કરતો ત્યારબાદ નકુલ નામનો માણસ સહદેવ જે ગ્રાહકો ની ડિલ ફાઇનલ થઈ હોય તેના પૈસા અંગે માહિતી રાખતો આમ સમગ્ર ટિમ સાથે મળી ગ્રાહકો સાથે છેતરપીંડી આચરતા હતા.


