પ્રેટ્રોલ – ડીઝલના ભાવમાં ફરિવાર વધારો, જુઓ નવા ભાવ !

October 11, 2021

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાને પગલે દેશમાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારી માલિકીની ઓઇલ કંપનીઓએ જારી કરેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર એક લિટર પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પ્રથમ વખત ડીઝલનો ભાવ 100 રૃપિયા થઇ ગયો છે.

સતત છઠ્ઠા દિવસે ભાવ વધારવામાં આવતા પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશમાં નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. આજના ભાવવધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને રૃ. 104.14 રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 92.82 રૃપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 110.12 રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને 100.66 રૃપિયા થઇ ગયો છે.

આ પણ વાંચો – ખાઘતેલના ભાવમાં ફરિવાર ભડકો – સીંગતેલમાં 80 અને કપાસીયામાં 70 રૂપીયાનો વધારો ઝીંકાયો !

મુંબઇ અને હૈદરાબાદ પછી ગાંધીનગર અને લેહમાં પણ ડીઝલનો ભાવ વધીને 100 રૃપિયાને પાર થઇ ગયો છે. ગાંધીનગરમાં એક લિટર ડીઝલનો ભાવ વધીને 100.21 રૃપિયા અને લેહમાં એક લિટર ડીઝલનો ભાવ વધીને 100.06 રૃપિયા થઇ ગયો છે. ભોપાલ, રાયપુર અને જયપુર પણ એવા અન્ય પાટનગર છે જ્યાં ડીઝલનો ભાવ 100 રૃપિયાને પાર થઇ ગયો છે. દરેક રાજ્યમાં વેટનો દર અલગ હોવાથી વિભિન્ન રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જાેવા મળે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0