સમગ્ર રાજ્યમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે આ પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો છે અને આ બીજી કોરોના ઘાતક લહેર ના કારણે ઘણાબધા પરિવાર ના સ્વજનો લોકોએ ગુમાવ્યા છે ત્યારે સેવા માટે અનેક સંસ્થાઓ સેવા માટે ખુબજ આગળ આવી રહી છે. પોતાના અલગ અલગ ગ્રુપ દ્વારા થતી તમામ સેવા માટે લોકો આગળ આવી રહ્યા છે ત્યારે પાટીદાર હેલપિંગ ગ્રુપ દ્વારા સાચા અર્થમાં સેવા એજ પરમો ધર્મના સિદ્ધાંતથી ચાલતું સંગઠન દ્વારા તેમના ગ્રુપમાં દ્વારા અનેક જગયાએ સેવા આપવામાં આવી રહી છે ત્યારે મહેસાણા, વિસનગર,પાટણ,ઊંઝા, માણસા, ગાંધીનગર, હિંમતનગર, અને વડાલીના આજુબાજુ ના તમામ વિસ્તારમાં આવેલ કોવિડ હોસ્પિટલોમાં નારંગી નું વિતરણ કરવામાં આવ્યું છે અને આ પાટીદાર હેલપિંગ ગ્રુપ દ્વારા અત્યાર સુધી અંદાજીત 12 હજાર કિલો જેટલી નારંગીનું વિતરણ કરવામાં આવ્યું છે અને 8 હજાર નંગ જેટલા N95 માસ્ક અને 4 હજાર લીટર જેટલું સેનીટાઇઝર જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલમાં માં વિતરણ કરવામાં આવ્યું છે.
લોકગાયિકા જલ્પાબેન પટેલ સેવાયજ્ઞ માં હાજર
મહેસાણા જિલ્લામાં પણ કોરોના નું સંક્રમણ ખુજ જ પ્રમાણ માં વધી રહ્યું છે ત્યારે તમામ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે કડીમાં આવેલ ભાગ્યોદય હોસ્પિટલ ખાતે પણ કોવિડ સેન્ટરમાં કડી થતા આજુબાજુ ના ગામડાઓ ના દર્દીઓ કોરોના વાયરસ ના સંક્રમણ આવ્યા અને આ બીમારી ના કારણે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું છે. ત્યાં જ સારવાર લઈ રહ્યા છે ત્યારે આ પાટીદાર હેલપિંગ ગ્રુપ દ્વારા કડી અને કલોલ ની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને આ સેવાયજ્ઞમાં ગુજરાત ના લોકગાયિકા જલ્પાબેન પટેલ પણ આ સેવાયજ્ઞમાં જોડાયા હતા અને કડી ખાતે આવેલ ભાગ્યોદય હોસ્પિટલની મુલાકત લીધી હતી અને સાથે સાથે ત્યાં રહેલા દર્દીઓના હાલચાલ પૂછવામાં આવ્યા હતા અને સાથે કડી અને કલોલ બને કોવિડ હોસ્પિટલમાં રહેલા દર્દીઓ ને આશરે 300 કિલો જેટલી નારંગીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકગાયિકા જલ્પાબેન પટેલ દ્વારા હોસ્પિટલમાં રહેલા કોરોના દર્દીઓ ને મળીને તેમને કોરોના વાયરસ ને હરાવવા માટે હિંમત આપવામાં આવી હતી.