ગરવી તાકાત પાટણ : પાટણની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે સરસ્વતિ તાલુકાના સરીયદ ગામના આરોપીને મહત્વનો ચુકાદો સંભળાવ્યો આરોપી તલાજી લક્ષ્મણજી ઠાકોરને 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 25,000નો દંડ ફટકારવામાં આવ્યો દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સજા ભોગવવી પડશે. પાટણ એસઓજી પોલીસે 17 સપ્ટેમ્બર 2022ના રોજ સરીયદની છત્રાલા સીમમાં રેડ કરી આરોપીના.

ખેતરમાંથી 6 કિલો 890 ગ્રામ વજનના ગાંજાના 57 છોડ મળી આવ્યા હતા. આ જથ્થાની કિંમત રૂ. 68,900 આંકવામાં આવી હતી. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે આરોપીએ વેચાણના હેતુથી ગાંજાનું વાવેતર કર્યું કોર્ટે યુવાનોમાં વધી રહેલા માદક પદાર્થના સેવન અંગે ચિંતા વ્યક્ત કરી માદક દ્રવ્યોની અસર માત્ર વ્યક્તિના શરીર અને.

મગજ પર જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશના અર્થતંત્ર પર પણ પડે. આ કેસમાં એનડીપીએસ એક્ટની કલમ 8(બી)/20(એ)(1) હેઠળ સજા ફટકારવામાં આવી સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે કેસની રજૂઆત કરી કોર્ટે સ્પષ્ટતા કરી કે ગાંજાના વાવેતરને ઉત્પાદન ગણવામાં આવે અને એક જ ગુના માટે બે વખત સજા ન થઈ શકે.


