ગરવી તાકાત પાટણ : પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (S.O.G.) એ રાધનપુરમાં પટ્ટણી દરવાજા પાસે દરોડો પાડી ધોરણ-7 પાસ એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો આ શખ્સ કોઈ પણ તબીબી ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથીક પ્રેક્ટિસ કરી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, S.O.G. શાખાની ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી તે દરમિયાન ખાનગી બાતમી મળી કે રાધનપુર પટ્ટણી દરવાજા નજીક આવેલા અરમાન શોપિંગ સેન્ટરમાં ઇલિયાસ મહંમદ હનીફ હુક્કા (રહે. હવેલીવાસ, રાધનપુર; મૂળ રહે. કમાલપુર, પાલનપુર) ‘હાર્ડવૈદ (કમાલપુરવાળા)’ નામનું દવાખાનું ચલાવે.

આ બાતમીના આધારે પોલીસે સ્થાનિક આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર વિજય ભરવાડ અને ફાર્માસિસ્ટ અનિલભાઈને સાથે રાખી પંચોની હાજરીમાં દરોડો પાડ્યો તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે આ દવાખાનું ચાર દુકાનોમાં ફેલાયેલું જેમાં રિસેપ્શન, વેટિંગ એરિયા અને ત્રણ બેડ સાથેના અલગ અલગ રૂમો બનાવવામાં આવ્યા દવાખાનામાંથી એક્સ-રે મશીન, ડિજિટલ એક્સ-રે રીડર, કોમ્પ્યુટેડ રેડિયોગ્રાફી સિસ્ટમ અને પ્રિન્ટર જેવા સાધનો મળી આવ્યા આરોપી ઇલિયાસ હુક્કાની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે માત્ર ધોરણ-7 સુધી જ અભ્યાસ કર્યો અને તેની પાસે પ્રેક્ટિસ કરવા માટે કોઈ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ નથી.

તેમ છતાં તે દરરોજના આશરે 50 થી 70 જેટલા દર્દીઓને તપાસીને તેમને એલોપેથીક દવાઓ અને સારવાર આપતો પોલીસે સ્થળ પરથી 18 જેટલી અલગ અલગ પ્રકારની એલોપેથીક દવાઓ, મેડિકલ સાધનો, સીસીટીવી ડીવીઆર, પલંગ અને દર્દીઓની વિગતો ધરાવતી નોંધપોથીઓ સહિત કુલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો આ મામલે એ.એસ.આઈ. શૈલેષકુમારની ફરિયાદના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 110, 319(2), 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.


