ગરવી તાકાત પાટણ : પાટણ LCB ટીમે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં પોલીસે કુલ 8,16,780 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી ભુજ સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લામાંથી પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના આપવામાં આવી આ સૂચનાના આધારે, LCB પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, ખળી ચાર રસ્તાથી ઊંઝા જતા રોડ પર શક્તિ મીલ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી આ નાકાબંધી દરમિયાન, RJ-38-GA-3985 નંબરની ટાટા 407 પીકઅપ ગાડીને રોકવામાં આવી ગાડીની તલાશી લેતા, તેમાં બનાવેલા ગુપ્તખાનામાંથી ગેરકાયદેસર, પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 355 બોટલો મળી આવી આ દારૂની કિંમત 3,11,780 રૂપિયા આંકવામાં આવી પોલીસે 3,11,780 રૂપિયાનો દારૂ, 5,00,000 રૂપિયાની ટાટા 407 પીકઅપ ગાડી.

અને 5,000 રૂપિયાનો એક મોબાઈલ ફોન સહિત કુલ 8,16,780 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો આ કેસમાં પોલીસે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના આવલ ગામના દિલીપભાઈ ગણેશભાઇ ગમનભાઇ બેલમ (ઠાકોર) નામના એક ઈસમની ધરપકડ કરી સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી આરોપીની પૂછપરછમાં રાજસ્થાનનો રામારામ દેવાસી અને રાજકોટ ખાતે દારૂ ભરેલી ગાડી લેવા આવનાર એક અજાણ્યો ઈસમ હજુ પકડવાના બાકી હોવાનું સામે આવ્યું.


