ગરવી તાકાત પાટણ : પાટણ એલ.સી.બી. પોલીસે નાના રામણદા ગામના કાચા રસ્તેથી રૂ. 4.04 લાખનો વિદેશી દારૂ અને એક ઈક્કો ગાડી જપ્ત કરી પોલીસને જોઈને ગાડીમાં સવાર બે શખ્સો અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાલીસણા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પાટણ એલ.સી.બી. ટીમને બાતમી મળી કે, સફેદ કલરની ઈક્કો ગાડી (નંબર GJ 08 CR 2184)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે અને તે ચડાસણા ગામથી બાલીસણા તરફ આવવાની.
આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી વોચ ગોઠવી ચડાસણા તરફથી આવતી શંકાસ્પદ ઈક્કો ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી નાના રામણદા ગામ તરફના કાચા નેળીયા રસ્તા પર હંકારી મૂકી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કેનાલ પાસે નેળીયામાં ગાડી મૂકીને ચાલક અને તેની બાજુમાં બેઠેલો અજાણ્યો શખ્સ અંધારાનો લાભ લઈ બાવળની ઝાડીઓમાં નાસી ગયા પોલીસે ગાડીમાં તપાસ કરતા રોયલ સ્ટેગ, ઓફિસર્સ ચોઈસ, મેકડોવેલ્સ નં. 1 અને વ્હાઈટ લેસ ઓરેન્જ ફ્લેવર વોડકા સહિતની.
કુલ 1035 બોટલો મળી આવી આ ઉપરાંત કિંગફિશર બીયરના 120 ટીન પણ જપ્ત કરાયા કુલ રૂ. 2,54,435ની કિંમતનો વિદેશી દારૂ અને રૂ. 1,50,000ની ઈક્કો ગાડી મળી કુલ રૂ. 4,04,435નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આ મામલે એલ.સી.બી. કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ માનસિંહ દ્વારા બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે ફરાર બંને શખ્સો વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. શર્મિષ્ઠાબેન પટેલને સોંપી.


