ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પાટણે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ધારેવાડા ચેકપોસ્ટ નજીકથી ₹77.11 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો જિલ્લાના ઇતિહાસમાં આ પ્રથમ વખતની સૌથી મોટી કાર્યવાહી જેમાં કુલ ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો LCB પાટણની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી પંજાબ રાજ્યમાં ઉત્પાદિત વિદેશી દારૂની કુલ 16,427 બોટલો RJ-27-GB-9889 નંબરના કન્ટેનર ટ્રકમાંથી મળી આવી.

દારૂના આ મોટા જથ્થાને ટ્રકમાં બેસનના 684 કટ્ટા (જેમાં ભૂસું ભરેલું હતું) ની આડમાં ખોટા બિલ બનાવીને હેરાફેરી કરવામાં આવી રહી આ ઓપરેશનમાં દારૂ, કન્ટેનર ટ્રક, બેસનના કટ્ટા, એક મોબાઈલ ફોન (₹5,000/-), રોકડ ₹2,150/- અને બેસનના કટ્ટાઓના ઇન્વોઇસ બિલ સહિત કુલ ₹1,02,38,438/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આ ગુનામાં કાલુખાન સુગનેખાન ચોથાખાન જાતે મીર (મુસ્લિમ), રહે. ફતેગઢ, મુસલમાનની વસ્તી, તા. ફતેગઢ, જિ. જેસલમેર (રાજસ્થાન)

નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી પકડાયેલા ડ્રાઈવર આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે દારૂનો આ જથ્થો પંજાબથી ભરીને સુરત પહોંચાડવાનો આ કેસમાં પ્રકાશપુરી સ્વામી (મહારાજ), રાજુરામ બિશ્નોઇ (રહે. બાડમેર), કન્ટેનર ટ્રક નંબર RJ-27-GB-9889 નો માલિક હેમારામ મગનારામ પુનીયો અને સુરત ખાતે માલ મંગાવનાર અજાણ્યો ઇસમ સહિતના અન્ય આરોપીઓ હજુ ફરાર આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી.


